-શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ભરૂચ જિલ્લામાં 35 જગ્યાઓ ખાલી હતી
-જિલ્લા શિક્ષણાધિકારી અને સ્ટાફ ભરતી પસંદગી સમિતિ સભ્યના હસ્તે નિમણૂક પત્ર આપ્યા
-શિક્ષકો શિક્ષણ જગતમાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી
ભરૂચ 3 જુલાઈ (હિ.સ.) સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતી અન્વયે નિમણૂંકપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અન્વયે, ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. જેથી આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરેલ છે. આ તમામ ઉમેદવારોને આજરોજ તારીખ 3-7-2025 ગુરુવારના રોજ આર.એસ દલાલ હાઈસ્કૂલ, ભરૂચ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા કે.રાઓલ તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરના સભ્ય પ્રવિણસિંહ રણાના વરદ હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. સાથે સાથે તેઓ શિક્ષણ જગતમાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આવનાર નવા શિક્ષકો થકી ભરૂચ શિક્ષણમાં પ્રગતિ કરે તેવું માર્ગદર્શન જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ