જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારઘીના હસ્તે 15 શિક્ષણ સહાયકોને નિમણૂકપત્રો એનાયત કરાયા
સુરત, 3 જુલાઈ (હિ.સ.)- રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત ભરતીમાં પસંદગી પામેલા સુરત જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના ફાળવણી કરેલા 16 પૈકી 15 શિક્ષણ સહાયકોને જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારઘીના હસ્તે નિમણૂકપત્રો
Surat


સુરત, 3 જુલાઈ (હિ.સ.)- રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત ભરતીમાં પસંદગી પામેલા સુરત જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના ફાળવણી કરેલા 16 પૈકી 15 શિક્ષણ સહાયકોને જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારઘીના હસ્તે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

જિલ્લા કચેરી કચેરી ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમાર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરતના વહીવટી અધિકારી, શિક્ષણ નિરીક્ષકઓ, મદદનીશ શિક્ષણ નિરીક્ષકઓ, મુખ્ય કારકૂન અને વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande