અમરેલી, 4 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના ખેડૂતો આધુનિક ટેકનોલોજી તરફ વળ્યા છે અમરેલી તેમજ સૌરાષ્ટ્રમાં 20 વર્ષ પહેલા બળદ થી ખેતી કરતા હતા પરંતુ હવે બળદના સ્થાન મીની ટેકટર અને સનેડાએ લીધું છે અને મોટા ટ્રેક્ટર લીધું છે હાલ ખેડૂતો બળદનો ઓછો ઉપયોગ કરે છે જ્યારે ટેકનિકલ સાધનોનો વધુ ઉપયોગ કરે છે.
ઘનશ્યામભાઈ લાલજીભાઈ વઘાસીયા જણાવ્યું કે પોતે અમરેલીના રહેવાસી છે અને પહેલા બળદ થી ખેતી કરતા હતા પોતાની પાસે પાંચ વીઘા જમીન છે અને જેમાં બળદ થી પહેલા ખેતી કરતા હતા બળદ થી ખેતી કરતા સમયે ખૂબ જ સમય લાગતો હતો પરંતુ પોતાને બળદ જે ખેતી કર્યા બાદ આધુનિક ટેકનોલોજીમાં બળદનું સ્થાન મીની ટેકટર મોટા ટેકટર અને સનેડા એ લીધું છે જેથી હાલ પોતે સનેડો રાખે છે અને ખેતરમાં ખેડ તેમજ નિંદામણ દૂર કરવા માટે સનેડાનો અને મીની ટેકટર નો ઉપયોગ કરે છે પહેલા પાંચ વીઘામાં બળદ થી ૬ થી ૮ કલાક લાગતી હતી પરંતુ હવે સનેડા અને મીની ટેકટર વડે બે કલાકમાં પાંચ વીઘામાં ખેતી કાર્ય પૂર્ણ થાય છે અને 300 થી 400 રૂપિયાનું ડીઝલ નો ખર્ચ થાય છે પરંતુ ઝડપી અને સારું કામ થાય છે.
બાવચનભાઈ પરસોત્તમભાઈ કાથરોટીયા એ જણાવ્યું કે પોતે ચલાલા ગામમાં રહે છે પોતાની પાસે 15 વીઘા જમીન છે જેમાં પહેલા બળદ થી ખેતી કરતા હતા પરંતુ હાલ પોતે મોઢું ટ્રેક્ટર રાખે છે અને જેના વડે ખેતી કરે છે. બળદ થી જમીનમાં જ્યારે નિંદામણ દૂર કરવામાં આવે રાપ મારવામાં આવે ત્યારે વધુ વજન આપી શકાતો નહોતો જેથી નિંદામણ કપાઈ જતું હતું અને અધૂરું રહેતું હતું પરંતુ મોટા ટ્રેક્ટર વડે નિંદામણ દૂર કરવામાં આવે છે અને પોતાની જમીન ચીકણી માટી હોવાથી બળદ ચીકણી માટેમાં કામ કરી શકતા નહોતા જ્યારે હાલ મોટા ટ્રેક્ટરથી ચૂંટણી માટીમાં સારું એવું કામ થાય છે. બળદમાં બરાબર ખેતી નહોતી થતી પોતે પહેલા બે બળદ રાખતા હતા. મોટું ટેક્ટર પોતે રાખે છે અને પાંચ વીઘામાં 5 l માં ખેડકાર્ય બે થી ત્રણ કલાકમાં પૂર્ણ થાય છે પાંચ વીઘા બળદ થી ખેતી કરવા માટે આઠથી દસ કલાક સમય લાગતો હતો પરંતુ હવે સમયની બચત થાય છે અને સારું કામ થાય છે
અમરેલી જિલ્લામાં હવે ખેડૂતો આધુનિકરણ કરી રહ્યા છે અને સમયની બચત અને ઝડપી કામ થાય તે દિશામાં આગળ વધી રહ્યા છે આજથી ૨૦ વર્ષ 25 વર્ષ પહેલા બળદ વડે ખેતી કરવામાં આવતી હતી બળદ થી વાવણી કાર્ય ખેડકાર્ય તેમજ હેમર અને રાત મારવામાં આવતી હતી નિંદામણ દૂર કરવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે આધુનિક ટેકનોલોજી નો સમય આવ્યો છે આધુનિક ટેકનોલોજીમાં ખેડૂતો હવે ધીમે ધીમે ખેતી કાર્ય પણ બદલી રહ્યા છે આધુનિક ટેકનોલોજીના યુગમાં મીની ટેકટર મોટા ટેકટર અને સનેડાએ બળદનું સ્થાન લીધું છે પહેલાના સમયમાં પાંચ વીઘામાં ખેતી કાર્ય માટે બળદનો આઠ થી નવ કલાક લાગતી હતી જ્યારે હાલ આઠ વીઘામાં કોઈ પણ પ્રકારનું ખેતી કાર્ય કરવામાં આવે અને જેમાં નાના ટેકટર કે અન્ય કોઈનો જેવા કે મીની ટેકટર સનેડો કે મોટા મોટા ટેકટર નો ઉપયોગ કરી અને કાર્ય કરે છે જેમાં સમય નો વ્યય થતો નથી અને ઝડપી કામ પૂર્ણ થાય છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek