ધારીના ખોડિયાર ડેમમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી
અમરેલી, 4 જુલાઈ (હિ.સ.) ધારીના ખોડિયાર ડેમમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે, જેના કારણે વિસ્તારમા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, ખોડિયાર જળાશયમાં યુવકની લાશ તતી તરતી જોવા મળતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોં
ધારીના ખોડિયાર ડેમમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી


અમરેલી, 4 જુલાઈ (હિ.સ.) ધારીના ખોડિયાર ડેમમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે, જેના કારણે વિસ્તારમા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, ખોડિયાર જળાશયમાં યુવકની લાશ તતી તરતી જોવા મળતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. હજુ સુધી મૃતક યુવકની ઓળખ થઈ નથી. મૃતક કોણ છે અને મોતના કારણો શું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાની નજીકથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande