અમરેલી, 4 જુલાઈ (હિ.સ.) શ્રી સોજીત્રા સાથે કૌશિક વેકરીયા અમરેલી ખાતે આવેલ અધ્યતન માર્કેટિંગ યાર્ડની શુભેચ્છા મુલાકાતે ખેડૂતોના હિતને ધ્યાને રાખીને બંને નેતાઓ દ્વારા અનેરું આયોજન અંદાજિત ૨૨ કરોડથી વધુ ખર્ચે તૈયાર થનાર સ્ટોરેજ શેડ, RCC રોડ, પ્રોટેક્શન વોલ, વે બ્રિજ સહિત જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવાના કામની સમીક્ષા
ખેતીપ્રધાન અમરેલી વિસ્તારમાં ખેડૂતો માટે થોડા સમય પહેલા ૫ કરોડની ગ્રાન્ટ ફાળવેલ, જરૂર પડ્યે ભવિષ્યમાં પણ યાર્ડ માટે કોઈ પણ મદદ માટે આશ્વત કર્યા
આધુનિક યાર્ડના સ્વપ્નદ્રષ્ટા શ્રી પીપી સોજીત્રાનું વિઝન જોઈ સૌ પ્રભાવિત. સુવિધાની દૃષ્ટિએ અમરેલી, જુનાગઢ, ભાવનગર સહિત જિલ્લાઓનું મુખ્ય યાર્ડ બનીને રહેશે.
અમરેલીમાં હાલનું સાવરકુંડલા રોડ ખાતે બનેલ અધ્યતન માર્કેટિંગ યાર્ડ ૮૦ વિઘા જગ્યામાં કાર્યરત છે. લાલ સુકા મરચા તેમજ આવનાર સમયમાં ડુંગળી તેમજ લસણની હરાજી સહિત દિવસે અને દિવસે ખેત જણસોની આવકો વધતી હોય અને ખેડૂતોને કોઈ અગવડ ના પડે તેથી નવી ખરીદી થયેલ ૪૦ વીઘા જગ્યામાં અંદાજિત 20 કરોડથી વધુ રકમ ના ખર્ચે તૈયાર થનાર સ્ટોરેજ શેડ, RCC રોડ, પ્રોટેક્શન વોલ, વે બ્રિજ, ટોયલેટ બ્લોક, ફાયર સેફ્ટી સહિત જરૂરી માળખાકીય સુવિધાઓ રવિકસાવવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. સદરુહ કામગીરી માટે અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરીયા દ્વારા તાજેતરમાં જ પાંચ કરોડ જેવી મતદાર રકમની ફાળવણી કરવામાં આવેલ છે. ઉપરોક્ત સુવિધાઓની કામગીરીને ધ્યાને લઈ આજરોજ અમરેલી યાર્ડના સ્વપ્નદ્રષ્ટા શ્રી પીપી સોજીત્રા સાથે કૌશિક વેકરીયા દ્વારા યાર્ડની મુલાકાત કરવામાં આવેલ હતી અને પ્રગતિ હેઠળના કામો બાબતે જરૂરી ચર્ચા કરવામાં આવેલ હતી. સાથે જ ધારાસભ્ય દ્વારા નવા બની રહેલા વિકાસ કાર્યો બાબતે ભવિષ્યમાં યાર્ડને જરૂરી તમામ મદદ કરવા ખાતરી આપી હતી. આ પ્રસંગે યાર્ડના સર્વેસર્વા શ્રી પી પી સોજીત્રા સહિત અન્ય ડાયરેક્ટરશ્રીઓ તેમજ સ્થાનિક પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek