પાટણ, 4 જુલાઈ (હિ.સ.) : પાટણના 625થી વધુ સોની વેપારીઓના સંગઠન શ્રી ચોકસી મહાજન એસોસિએશનની કારોબારી બેઠક વાઘેશ્વરી માતાજીની વાડીમાં યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2025-26 અને 2026-27 માટે નવી કારોબારીની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે દિલીપભાઈ મોદી (લાલાભાઈ), મંત્રી તરીકે ગોપાલભાઈ સોની અને ખજાનચી તરીકે હિતેશભાઈ સોનીની નિમણૂક કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદે ભરતભાઈ સોની, સહમંત્રી તરીકે દિલીપભાઈ પ્રજાપતિ અને સહખજાનચી તરીકે મેઘદૂતભાઈ મોદીનો સમાવેશ થયો છે.
આ સાથે સલાહકાર સભ્ય તરીકે યોગેશભાઈ પટેલ અને કિરીટભાઈ ઝવેરીની અને કાયમી આમંત્રિત સભ્ય તરીકે ભાર્ગવભાઈ ચોકસીની નિમણૂક કરવામાં આવી છે. કારોબારી સભ્યોમાં ભરત પંચાલ, સંજય પંચાલ, પ્રકાશ સોની, ચિરાગ પટેલ સહિત 15 સભ્યોનો સમાવેશ કરાયો છે.
નિવૃત્ત થતા પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસીએ તેમના 30 માસના કાર્યકાળ દરમિયાન સંગઠન દ્વારા સેવાકીય, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે કુલ 30થી વધુ કાર્યક્રમો યોજાયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે નવનિયુક્ત પ્રમુખ દિલીપભાઈ મોદીએ સોની વેપારીઓના હિત માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર