સુરત, 4 જુલાઈ (હિ.સ.)- ઉધના મગદલ્લા રોડ, સેન્ટ્રલ બજારમાં આવેલ સ્કાય મેકોન ઈમીગ્રેશનના મહિલા સહિત ત્રણ સંચાલકોની ટોળકી સામે વધુ એક ગુનો દાખલ થયો છે. ભાવનગરના પ્રોફેસરને કેનેડાના વર્ક પરમીટ વીઝા બનાવી આપવાના બહાને તેમની પાસેથી 17 લાખ પડાવી લીધા હતા.
ભાવનગર, ઘોઘા, તગડી ગામ ખાતે રહેતા પ્રોફેસર સંજયભાઈ કલ્યાણભાઈ લાઠીયા (પટેલ) (ઉ.વ.33)એ ગતરોજ ઉધના મગદલ્લા રોડ, સેન્ટ્રલ બજાર, વેનેઝીયનોમાં આવેલ સ્કાય મેકોન ઈમીગ્રેશનના સંચાલક અંકીતા વિકાસ મિસ્ત્રી, જેનિલ શૈલેષભાઈ પ્રજાપતિ અને રાજેશ શાહ સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓએ તેમને કેનેડામાં વર્ક પરમીટ બનાવી આપવવાના બહાને ગત તા 18 ઓગસ્ટ 2024 થી 27 મે 2025 સુધીમાં ટુક઼ડે ટુકડે કરી કુલ રૂપિયા 17 લાખ તેમજ ઓરીજનલ પાસપોર્ટ લીધા બાદ કેનેડાના વીઝા નહી અપાવી કે પૈસા પરત નહી કરી તેમની સાથે છેતરપિંડી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્કાય મેકોન ઈમીગ્રેશનના સંચાલકોએ કેનેડા સહિતના દેશના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા બાદ ઉઠામણું કયું છે. આ મામલે તેમની સામે અગાઉ પણ સુરતમાં ગુના દાખલ થયા છે. હાલ વેસુ પોલીસે પ્રોફેસર સંજયભાઈ લાઠીયાની ફરિયાદ લઈ ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે