દિવ-પોરબંદર.વાયા ધામળેજ રૂટની બસના કંડકટરે પ્રમાણિકતાનો દાખલો પૂરું પાડ્યો,
દીવ, 4 જુલાઈ (હિ.સ.) દિવ-પોરબંદર.વાયા ધામળેજ રૂટની બસના કંડકટરે પ્રમાણિકતાનો દાખલો પૂરું પાડ્યો, મુસાફરની ગુમ થયેલી સોનાની બુટી સહી-સલામત પરત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ રચ્યું. દિવ-પોરબંદર રૂટ પર ચાલતી એસ.ટી. બસના કંડકટરે પોતાની ઈમાનદારી અને ઉત્કૃષ્
બુટી સહી-સલામત પરત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ રચ્યું


દીવ, 4 જુલાઈ (હિ.સ.) દિવ-પોરબંદર.વાયા ધામળેજ રૂટની બસના કંડકટરે પ્રમાણિકતાનો દાખલો પૂરું પાડ્યો, મુસાફરની ગુમ થયેલી સોનાની બુટી સહી-સલામત પરત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ રચ્યું.

દિવ-પોરબંદર રૂટ પર ચાલતી એસ.ટી. બસના કંડકટરે પોતાની ઈમાનદારી અને ઉત્કૃષ્ટ સેવા ભાવનાનો ઉદાહરણ પુરો પાડતા, મુસાફર મહિલાની ગુમ થયેલી કિંમતી સોનાની બુટી યોગ્ય રીતે પરત કરી આપી.

વિગતો મુજબ, શિવાંગીબેન પોતાનાં પરિવાર સાથે એસ.ટી. બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે મુસાફરી દરમ્યાન તેમની કાનમાં પહેરેલી સોનાની બુટી અજાણે બસમાં પડી ગઈ હતી. મુસાફરી પૂરી થઈ ગયા પછી તેમને સોનાની બુટી ગુમ થયાની જાણ થતાં તરત જ એસ.ટી. વિભાગના કંડકટરને વાત કરી મૂળ માલિકને પરત કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande