અમરેલી જીલ્લામાં 21 દિવસથી સતત વરસાદ પડતા ખેડુત મુશ્કેલીમાં મુકાયા
અમરેલી, 4 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ખેડૂતોએ સારો વરસાદ અને સારી વાવણી થતા ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું સાથે જ અન્ય પાકનું પણ વાવેતર કર્યું હતું તો સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં પિયતનો સ્ત્રોત હોય તેવા ખેડૂતોએ આગોતરું મગફળીનું વાવેતર કર્ય
મગફળી પીળી પડતા ખેડુત મુશ્કેલી માં મુકાયા


અમરેલી, 4 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ખેડૂતોએ સારો વરસાદ અને સારી વાવણી થતા ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું સાથે જ અન્ય પાકનું પણ વાવેતર કર્યું હતું તો સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં પિયતનો સ્ત્રોત હોય તેવા ખેડૂતોએ આગોતરું મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ 21 દિવસથી સતત વરસાદ પડવાને કારણે મગફળી નો પાક પીળો પડી રહ્યો છે મગફળીના મૂળકો હોય રહ્યા છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

જીતુભાઈ લાલજીભાઈ ગેંગડીયા ઉંમર વર્ષ 40 અભ્યાસ 10 ધોરણ સુધી કર્યો છે પોતાની પાસે આઠ વીઘા જમીન મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 21 દિવસથી સતત વરસાદ પડવાને કારણે પોતાની મગફળી પીળી પડવા લાગી છે અને મૂળ કોહવાઈ રહ્યા છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જો વરસાદ નહીં રહે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ પણ જોવા મળી રહી છે.

ચેતન કુંભણી કૃષિ એક્સપોર્ટ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને ગુજરાત વિસ્તારમાં તેમજ અમરેલી જિલ્લામાં મગફળી પીળા પડવાની સમસ્યાઓ આવી રહી છે ચાલુ સિઝનમાં સૌથી વધુ મગફળી પીળી પડવાની સમસ્યા આવી રહી છે જેમાં પ્રથમ કારણ સતત મગફળીનું વાવેતર કરવામાં આવે છે જેને કારણે પણ થઈ શકે છે બીજું કારણ વાતાવરણની તકલીફને લઈને મગફળી પીળી પડતી હોય છે અને ત્રીજું કારણ છે પાણીનો સતત ભરાવો અને સતત પાણી રહેતું હોવાના કારણે પણ મગફળી પીળી પડતી હોય છે મગફળીમાં ફેરસ અને સલ્ફર ની ખામી હોવાના કારણે મગફળી પીળી પડતી હોય છે.

મગફળી પીળી પડી જાય ત્યારે ખેડૂતોએ શું કરવું જોઈએ જેમાં મહત્વનો ભાગ ખાતર ભજવે છે એક દેશી ઉકેલ છે જેમાં લીંબુના ફૂલ 150 ગ્રામ તેમજ હીરાકોણી દોઢ કિલો નાખી અને પંપ દ્વારા છટકાવ કરવામાં આવે તો નિયંત્રણ થઈ જાય છે.તેમજ જાહેર માર્કેટમાં ત્રણ એક્કા નામની જે દવાઓ આવે છે તેનો ઉપયોગ કરવામાં આવે તો મગફળીનું નિયંત્રણ થઈ જાય છે.ફેરસ સલ્ફેટ 12 ટકા આવે છે જે નો એક પમ્પ માં 25 ટકા ભેળવી અને છટકાવ કરવામાં આવે તો નિયંત્રણ કરી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande