ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈશમ રવીભાઈ બચુભાઈ બાંભણીયા, ઉ.વ.૨૫, રહે.કોબ, તા.ઉના કે જેઓ વિરુદ્ધ સહઆરોપીઓ સાથે ટોળી બનાવી લોખંડનો પાઈપ , સ્ટીલનો ધોકો વિગેરે પ્રકારના હથિયાર રાખીને નિર્દોષ લોકોને ગાળાગાળી કરી, જીવલેણ હુમલા કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના, ભારતીય ફોજદારી ધારા-૧૮૬૦ના પ્રકરણ -૮,૧૬ અને ૨૨ તથા ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ના પ્રકરણ -૪,૬,૧૭ અને ૧૯ ની કલમોના ભંગના કુલ -૪(ચાર ) જેટલા ગુન્હા ઉના તથા નવાબંદર પો. સ્ટે. ખાતે નોંધાયેલા હતા.
આ ઈશમ ઝનૂની સ્વભાવવાળો અને ગુન્હાહિત પ્રવૃત્તિ વારંવાર કરવાની ટેવવાળો હોય જેથી ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ તેમજ તેની આવી ભયજનક પ્રવુત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતીને ધ્યાને લઈ તેની તાત્કાલિક અટકાયત કરવી આવશ્યક જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટએ તા.૦૩/૦૭/૨૦૨૫ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા મઘ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ