ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) ગીર સુત્રાપાડા પંથકના ગ્રામ્ય વિસ્તાર પ્રશ્નાવડા લોઢવા વડોદરા બાવાની વાવ વાવડી ગ્રામ પંથક માઆજે ફરી ધીમી ધારે વરસાદી માહોલ યથાવત છે.
બે દિવસના વરસાદ વિરામ બાદ અને ગરમીના ઉકળાટ બાદ, આજે બિજા દિવશે પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડતાં ગરમી અને બફરા સામે રાહત થઈ હતી.
જગતનો તાત ખુશ ખુશાલ જોવા મળી રહ્યો છે. જો એકધારો વરસાદ જમાવટ નાખે તો ખેડૂતોના ઉભા પાકમાં ફાયદો જોવા મળી શકે છે જગતનો તાત પણ
તેની રાહ જોઈને બેઠો છે, હાલ ના વાતાવરણને લઈને ખેડૂતોને આશા પણ બંધાઈ ગઈ.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ