ગીર સોમનાથ જુલાઈ (હિ.સ.)જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી નિયંત્રણમાં રહે તે માટે અસુરક્ષિતતા ઉભી કરતા માથાભારે વ્યકિતઓ, પ્રોહી બુટલેગર તથા ભયજનક વ્યકિતઓ કે જેઓ અગાઉ ગુન્હાઓમાં સંડોવાયેલ હોય તેવા વ્યકિતઓ વિરૂધ્ધ પાસા જેવા અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય,
જે અનુસંધાને ઉના ડીવીઝનનના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી સા. ના માર્ગદર્શન હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓ મારફત ગીર સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર એન.વી.ઉપાધ્યાય સાહેબ તરફ મોકલતા તેઓ દ્રારા આવી ગેર-કાયદેસર પ્રવૃત્તિ આચરતા અને અવાર નવાર ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલ નીચે જણાવેલ ભયજનક વ્યકિત વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.
જે પાસા વોરંટો ઇસ્યુ થયા બાદ આ પાસા અટકાયતીને એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ.એ.બી. જાડેજા ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા પો.હેડ કોન્સ. ગોવિંદસિંહ વાળા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી પો.કોન્સ. રવિરાજસિંહ બારડ નાઓ દ્વારા પકડી પાડી લગત પો.સ્ટે સોંપી આ અટકાયતીઓના પાસા વોરંટની બજવણી કરી અલગ અલગ જેલ ખાતે મોકલી આપેલ છે.
> પાસા અટકાયતી
અટકાયતીનું નામ-રવિ ઉ.વ.ર૧, ધંધો મજુરી-પો.સ્ટે.નવાબંદર મરીન- અટક તારીખ ૦૩/૦૭/૨૦૨૧ જેલ ભયજનક વ્યકિત-મધ્યસ્થ જેલ સુરત
- આ કામગીરી /કર્મચારીઓ
એલ.સી.બી. ઈ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ, પો.હેડ કોન્સ. ગોવિંદસિંહ વાળા, કમલેશભાઇ પીઠીયા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી પો.કોન્સ. રવિરાજસિંહ બારડ તથા નવાબંદર મરીન ઈ.ચા.પો.ઇન્સ. વી.કે. ઝાલા તથા પો.સ્ટાફ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ