ગીર સોમનાથ જિલ્લા માટે ગૌરવની ક્ષણ નાખડા ગામના સરપંચનું મુખ્યમંત્રીના હસ્તે થશે સન્માન
ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાખડા ગામે આ ઉક્તિને બરાબર સાર્થક કરી છે. આરોગ્યક્ષેત્રના માપદંડોમાં નાખડા ગામે રાજ્યકક્ષાએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ૪ જુલાઇ ૨૦૨૫ના રોજ ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચશ્રી તથા સદસ્
નાખડા ગામના સરપંચનું


ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાખડા ગામે આ ઉક્તિને બરાબર સાર્થક કરી છે. આરોગ્યક્ષેત્રના માપદંડોમાં નાખડા ગામે રાજ્યકક્ષાએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.

૪ જુલાઇ ૨૦૨૫ના રોજ ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચશ્રી તથા સદસ્યોના અભિવાદન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિશિષ્ટ કામગીરી માટે પસંદ થયેલી શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોને વિવિધ માપદંડો અન્વયે સન્માનિત કરવામાં આવનાર છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાનું નાખડા ગામ સ્વાસ્થ્ય માટેના માપદંડમાં પસંદગી પામ્યું છે. જે ગીર સોમનાથ જિલ્લા માટે ગૌરવ સિદ્ધિ સમાન છે.

આ માપદંડોમાં ખરા ઉતરતાં થીમ નં.૨ અંતર્ગત સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ રામપરા પેટા આરોગ્ય કેન્દ્રના નાખડા ગામને સ્વસ્થ પંચાયત ‘હેલ્ધી વિલેજ’ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નાખડાના સરપંચ વિજયભાઈ સોલંકીને આવતીકાલે ગાંધીનગર ખાતે આયોજીત કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે.

પંચાયતી રાજ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ પી.એ.આઇ. (પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષ) હેઠળ કુલ ૯ થીમ આધારિત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાંથી સ્વસ્થ પંચાયત હેલ્થી વિલેજ થીમ નંબર ૨ અંતર્ગત નાખડા ગામે ૯૯.૩૯ નો સ્કોર મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી ઉત્તમ આરોગ્યલક્ષી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સરપંચ વિજયભાઈ સોલંકીએ આ અંગે જણાવ્યું હતું કે, નાખડાના ગ્રામજનોને ઉત્તમ આરોગ્ય સેવા મળી રહે તેની ખાસ કાળજી રાખવામાં આવે છે તેમજ, રાજ્ય સરકારની સ્વાસ્થ્યલક્ષી યોજનાનું અમલીકરણ મિશન મોડમાં કરવામાં આવે છે. સ્વાસ્થ્યલક્ષી અનેકવિધ યોજનાઓ ગામના દરેક સુધી લોકો પહોંચે અને દરેક ગ્રામજનો તેનો લાભ લે એવા સૌના સહિયારા પ્રયત્નો હોય છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા સાથે મળી અને ‘આભા કાર્ડ’, ‘આયુષ્માન આરોગ્ય શિબિર’ સહિત હેલ્થ ચેકઅપ, પોષણ સેશન તથા આરોગ્યની તકેદારી માટે વિવિધ કેમ્પનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. જેથી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ થકી ગ્રામજનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. આમ કહી વિજયભાઈએ ગ્રામ્યસ્તરે આરોગ્યની જાળવણી માટેના સરકારના પ્રયાસોને બિરદાવ્યાં હતાં.

નાખડા ગામે સગર્ભા મહિલાની સ્વાસ્થ્ય જાળવણી, બાળકોનું રસીકરણ, બાળકોનો જન્મદર, બાળકોની જન્મનોંધણી, આયુષ્માન કાર્ડની કામગીરી, કિશોરીના પૂરક સ્વાસ્થ્ય અને પૂરતું પોષણ વગેરે આરોગ્યલક્ષી માપદંડોમાં સો ટકા સિદ્ધિ મેળવી છે.

પસંદગીના માપદંડોને ધ્યાનમાં રાખતાં સમયે ગામમાં એકપણ કુપોષિત બાળક નોંધાયું નથી. આ સમગ્ર માપદંડોને લક્ષ્યમાં રાખતાં નાખડા ગામની પસંદગી સ્વસ્થ પંચાયત ‘હેલ્ધી વિલેજ’ તરીકે કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) અંતર્ગત ગરીબી મુક્ત અને સંવર્ધિત આજીવિકા, સ્વસ્થ પંચાયત, બાળ-અનુકૂળ પંચાયત, પૂરતું પાણી ધરાવતી પંચાયત, સ્વચ્છ અને હરિત પંચાયત, આત્મનિર્ભર માળખાગત પંચાયત, સામાજિક રીતે ન્યાયપૂર્ણ અને સુરક્ષિત પંચાયત, સુશાસનયુક્ત પંચાયત, મહિલા-અનુકૂળ પંચાયત જેવા ૯ વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. જેમાના એક માપદંડ સ્વસ્થ પંચાયત ‘હેલ્ધી વિલેજ’ તરીકે નાખડા ગામની પસંદગી કરવામાં આવી છે.

આમ નાખડા ગામે સ્વાસ્થ્ય સેવાના તમામ માપદંડોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે સફળતાના શિખરો સર કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande