સુત્રાપાડામાં ખેતી બઁક દ્રારા આંતરરાષ્ટ્રીય સહકારી સપ્તાહની ઉજવણી, ખેતી બઁકના જૂનાગઢ જિલ્લાના ચેરમેન અને ગુજરાત રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી
ગીર સોમનાથ, 4 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ધી .ગુજરાત સ્ટેટ કો –ઓપરેટિવ એગ્રીકલ્ચર એંડ રૂરલ ડેવલોપમેન્ટ બઁક લી, ખેતી બઁક દ્રારા આંતરરાષ્ટ્રીય સહકારી સપ્તાહ ઉજવણી ડૉ..ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકૂલ સુત્રાપાડામાં ઉજવવા માં આવેલ, જેમાં સ
સહકારી સપ્તાહની ઉજવણી


ગીર સોમનાથ, 4 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ધી .ગુજરાત સ્ટેટ કો –ઓપરેટિવ એગ્રીકલ્ચર એંડ રૂરલ ડેવલોપમેન્ટ બઁક લી, ખેતી બઁક દ્રારા આંતરરાષ્ટ્રીય સહકારી સપ્તાહ ઉજવણી ડૉ..ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકૂલ સુત્રાપાડામાં ઉજવવા માં આવેલ, જેમાં સહકારી પ્રવૃતિ ,ઉદભવ અને વિકાસ અને આજના દિન વિશે વિશેસ સમજ આપવામાં આવી અને સહકારી ક્ષેત્ર ખેડૂતો અને આમ પ્રજા ને કેટલું ઉપયોગી છે અને દેશના વિકાસ માં તેમનું યોગદાન વિશે સમજૂતી આપવામાં આવી. આ તકે ખેતી બેન્કના જિલ્લા ના ચેરમેન અને ગુજરાત રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે જણાવેલ કે, ખેતીબઁક ની સ્થાપના પોરબંદર ના યુવરાજ ઉદયભાણસિંહ જી દ્રારા વર્ષ ૧૯૫૧ માં સૌરાષ્ટ્ર રાજય માં કરવામાં આવી ખેડૂત શાહુકારના વ્યાજ ના ચક્ર માં ના આવે અને પોતાની જમીન ના જાય તે હેતુ થી ખેડૂતોને આર્થિક સધ્ધર બનાવવા માટે યુવરાજ દ્રારા ખેતી બઁક ની સ્થાપના કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande