ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર નાઓ તરફથી જીલ્લામાં બનતા વણશોધાયેલ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢી આવા મિલ્કત સબંધી ગુન્હાઓ આચરનાર ઇસમોને પકડી પાડી, મુદામાલ પરત મેળવવા અને મિલ્કત સબંધી બનાવો બનતા અટકાવવા સારૂ જરૂરી કાર્યવાહી કરવા વખતો વખત સુચના અને માગૅદશૅન મળેલ.
જે અનુસંધાને ગઇ તા-૦૨/૦૭/૨૫ના રોજ ફરીયાદી દિનેશભાઇ જેઠાલાલ વધાવી રહે.વેરાવળ પાલ સોસાયટી તા.વેરાવળ જિ-ગીરસોમનાથ વાળાએ જાહેર કરેલ કે કોઇ અજાણ્યા ચોર ઇસમે તેઓની માલીકીની વેરાવળ બંદર રોડ નલીયા ગોદી હર્ષ સાગર ડીઝલ પંપની સામે આવેલી વધાવી કૃપા ફિશનેટ નામની દુકાનમાં, ગઇ તા.૨૭/૦૬/૨૦૨૫ ના રાત્રીના ૧૨/૦૦ વાગ્યાથી સવારના ૦૫/૦૦ વાગ્યા દરમ્યાન દુકાનની બારી તોડી ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરી દુકાનમાં રહેલ બોટમાં લગાવવાનો સામાન ગ્લાન જે પીતળના હતા જે બે નંગ ચોરી લઇ ગયેલ જે પીતળના બન્ને ગ્લાનનું વજન આશરે ૩૫ કિલ્લો થાય જેની હાલની કિ.રૂ. આશરે ૨૫૦૦૦/-ગણાઇ તથા દુકાનમાં લગાડેલ સી.સી.ટી.વી કેમેરા નંગ-૦૪ જેને તોડી નાખી કિ.રૂ.૧૦,૦૦૦/-નું નુકશાન કરેલ ગુનો કરી નાશી જઇ ગુન્હો કર્યા બાબતે ચોર ઇસમ વિરૂધ્ધમાં વેરાવળ સીટી પો ૧૧૧૮૬૦૦૯૨૫૦૬૬૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૫(એ),૩૩૧(૪),૩૨૪(૨) મુજબનો ગુન્હો તા-૦૨/૦૭/૨૦૨૫ ના રોજ રજીસ્ટર થયેલ હતો.
સુંદર ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગૌસ્વામી સાહેબ એ, સર્વેલન્સ સ્ટાફના PS આર.આર.રાયજાદા તથા પો.સ.ઇ. જી.એન.કાછડ તથા સવૅલન્સ સ્કોડના સ્ટાફ એ.એસ.આઇ.વજુભાઇ ઉગાભાઇ તથા પો.હેડ.કોન્સ. સુનિલભાઇ માંડણભાઇ સોલંકી તથા અનિરૂધ્ધસીંહ જયવંતસિંહ રાયજાદા તથા વિશાલભાઇ પેથાભાઇ તથા હરેશભાઇ લખમણભાઇ તથા પ્રદિપભાઇ વાલાભાઇ તથાપો.કોન્સ રવિકુમાર રામસીંગભાઇ તથા અશોકભાઇ હમીરભાઇ તથા નદીમભાઇ શેરમહમદભાઇ બ્લોચ તથા જયેશભાઇ બાલુભાઈ ડોડીયા તથા કુલદીપસિંહ મેરામણભાઇ પરમાર તથા કલ્પેશભાઇ કાનાભાઇ તથા ભાલકા ચોકીના પો.હે.કો.જીતેન્દ્રભાઇ રામભાઈ ચુડાસમા નાઓ એ ગુન્હો ડીટેકટ કરવા તપાસ હાથ ધરેલ દરમ્યાન તા.૦૨/૦૭/૨૦૨૫ ના ક.૧૯/૦૦ થી વેરાવળ સીટી ડી-સ્ટાફના માણસો વેરાવળ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા.
તે દરમ્યાન વેરાવળ પાટણ દરવાજા પાસે પહોંચતા એ.એસ.આઇ. વજુભાઇ ઉગાભાઈ ચાવડા તથા પો.હે.કો. સુનીલભાઇ માંડણભાઇ તથા પો.હે.કો. અનિરૂધ્ધસિંહ રાયજાદા તથા એ.એસ.આઇ. હરેશભાઇ લખમણભાઈ તથા પો.કોન્સ. અશોકભાઈ હમિરભાઈ પો.કોન્સ રવિકુમાર રામસિંગભાઇને સયુંકત બાતમી હકિકત મળેલ કે, ભાવેશભાઇ ઉર્ફે ડાધો દેવાભાઈ ચાવડા રહે. વેરાવળ નાનો વેરાવળ પાટણ દરવાજા પાસે આવેલ પી.એચ.વાડીયા સન્સ ના ખુલ્લા ડેલામાં આવેલ, બાવળની જાળી પાસે ચોરી ગયેલ મુદ્દામાલ સાથે વેચાણ કરવાની ફિરાકમા ઉભેલ હોય જે અંગે તપાસ કરતા મળી આવતા ધોરણસરની કાયૅવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી-
ભાવેશભાઇ ઉર્ફે ડાધો દેવાભાઇ ચાવડા, ઉ.વ.૩૪ ધંધો-રી.ડ્રા. રહે.વેરાવળ તાલાળા નાકા તા.વેરાવળ જી.ગીર સોમનાથ.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ-
બોટમાં લગાવવાના પીતળના ગ્લાન નંગ-૦૨ કી.રૂ.આશરે- ૨૫૦૦૦/-
આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ-
અ.નં. 09 02 ગુ.ર.નં. ,વેરાવળ સીટી પોલીસ સ્ટેશન રૂ.૧૩/૨૦૧૬ ,ઇ.પી.કો. કલમ ૩૮૦.૪૫૪.૪૫૭ મુજબ, વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ફ.૧૬/૨૦૧૬, કલમ- ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૫૭ મુજબ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ