ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) વેરાવળમાં બીજી વખત સોમનાથ ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ તેમાં વેરાવળ સમાજના ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા ઉદ્યોગપતિ રામજીભાઈ પીઠડ, પૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંગભાઈ પરમાર, પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ બલરામ અને શુભદ્રની મહા આરતી પૂજા અર્ચના રથયાત્રાનું શુભ પ્રારંભ કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ