પાટણમાં મહોર્રમ પર્વની ઉજવણી માટે ભવ્ય તૈયારીઓ
પાટણ, 4 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરમાં મહોર્રમ પર્વની ભવ્ય ઉજવણી માટે તૈયારીનો શણગાર જોવા મળી રહ્યો છે. હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓની શહાદતની યાદમાં દર વર્ષે યવ્ચે આશુરા નિમિત્તે તાજીયા શરીફના જુલૂસનું આયોજન થાય છે. શહેરના મુસ્લિમ બહુમતી વિસ્તારોમા
પાટણમાં મહોર્રમ પર્વની ઉજવણી માટે ભવ્ય તૈયારીઓ


પાટણમાં મહોર્રમ પર્વની ઉજવણી માટે ભવ્ય તૈયારીઓ


પાટણ, 4 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરમાં મહોર્રમ પર્વની ભવ્ય ઉજવણી માટે તૈયારીનો શણગાર જોવા મળી રહ્યો છે. હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓની શહાદતની યાદમાં દર વર્ષે યવ્ચે આશુરા નિમિત્તે તાજીયા શરીફના જુલૂસનું આયોજન થાય છે. શહેરના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં પાણીની સબીલ લગાવવામાં આવી છે અને ઇમામ બારગાહોમાં અલમ મુબારકની સ્થાપના કરવામાં આવી છે.

શહેરના પનાગરવાડા, બુકડી, કુરેશીવાસ, કાલીબજાર સહિત અનેક વિસ્તારોમાં તાજીયા તૈયાર થઈ રહ્યાં છે. તાજીયા શરીફને કલાત્મક રીતે શણગારવામાં આવી રહ્યા છે અને દુલ-દુલ ઘોડાની પ્રતિકૃતિઓ પણ વિવિધ વિસ્તારોમાં બનાવાઈ રહી છે. કેટલાક સ્થળોએ નવા તાજીયા બનાવવામાં આવ્યા છે તો કેટલાક જૂના તાજીયાને ઇમામખાનામાંથી લાવીને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે.

5 જુલાઈની રાત્રે કતલની રાત મનાવવામાં આવશે અને 6 જુલાઈના દિવસે તાજીયા શરીફના જુલૂસનું આયોજન કરાયું છે. મુસ્લિમ બિરાદરો રોઝા રાખશે, કુરઆનની તિલાવત કરશે અને આશુરાની ખાસ દુઆ અને નમાઝ અદા કરશે. હજરત ઇમામ હુસૈનના નામે ખિચડાની ન્યાઝ વહેંચાશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande