સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હાના કામે, નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી તાલાલા સર્વેલન્સ સ્કોડ
ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્ર.વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓ દ્વારા નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને તાલાલા
સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હાના કામે, નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી તાલાલા સર્વેલન્સ સ્કોડ


ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્ર.વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓ દ્વારા નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને

તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ગઢવી નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઇ ભુપતભાઈ ગાધે તથા એ.એસ.આઇ રણજીતસિંહ પરબતભાઇ ડોડીયા તથા પ્રતીપાલસિંહ ગીગાભાઇ કાગડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ પરબતભાઇ મારૂ તથા પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જયસિંહ પરમારએ રીતેના પોલીસ સ્ટાફના માણસો તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સંયુક્ત બાતમીરાહે હકિકત આઘારે સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૬૨૫૦૬૨૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતાની કલમ ૧૩૭(૨) મુજબના ગુન્હાના કામનો આરોપી મહેશભાઇ ભાવેશભાઇ સોલંકી મુળ રહે,ભીમદેવળ તા. તાલાલા હાલ રહે, સુરત વાળો ઉપરોક્ત ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને આરોપી સેમરવાવ ગામના પાટીયા પાસે ઉભેલ હોય જે હકિકત આધારે ઉપરોક્ત આરોપીને સેમરવાવ ગામના પાટીયા પાસેથી પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધ તાલાલા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

- આરોપીઓ

મહેશભાઇ ઉર્ફે અનિલભાઇ ભાવેશભાઇ સોલંકી મુળ રહે.ભીમદેવળ તા. તાલાલા જી ગીર સોમનાથ હાલ રહે.સુરત

- કબ્જે કરેલ મુદામાલ :-

ગ્રે કલરનો ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિ.રૂ.૫,૦૦૦/-

- કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-

પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઇ ભુપતભાઇ ગાધે તથા એ.એસ.આઇ રણજીતસિંહ પરબતભાઇ ડોડીયા તથા પ્રતીપાલસિંહ ગીગાભાઇ કાગડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ પરબતભાઇ મારૂ તથા પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જયસિંહ પરમાર.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande