જૂનાગઢ ,4 જુલાઈ (હિ.સ.) જનસંધ-ભાજપના પીઢ અગ્રણી સ્વર્ગસ્થ નારસિંહભાઈ પઢિયારની સાતમી પૂણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા રેડક્રોસ હોલ આઝાદ ચોક ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું.
આ રક્તદાન કેમ્પના દિપ પ્રાગટ્ય પ્રસંગે સંત મહાદેવગીરીબાપુ અને બિલનાથ મહાદેવ મંદિરના મહંત ગણેશાનંદબાપુ તેમજ મેયર ઘર્મેશભાઈ પોશીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ગૌરવભાઈ રૂપારેલીયા ,ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, પ્રદીપભાઈ ખીમાણી, ભરતભાઈ ગાજીપરા, ડોલરભાઈ કોટેચા, ડો.ડી.પી.ચિખલીયા, કરશનભાઈ ધડુક, શશીકાંત ભીમાણી, ભીખુભાઈ યાદવ, નાથાભાઈ મોરી, અશોકભાઈ ભટ્ટ, હરેશભાઈ પરસાણા, ગીતાબેન પરમાર, આધ્યાશકિતબેન મજમુદાર, જીતુભાઈ ભીંડી, અમુદાનભાઈ ગઢવી, ઘૃ્વભાઈ આચાર્ય, મહેન્દ્ભભાઇ મશરૂ, પ્રફુલ્લભાઈ ત્રિવેદી, મનનભાઈ અભાણી, ચેતનભાઈ ગજેરા, જયેશભાઈ બોઘરા, વિવેકભાઈ ગોહિલ, શૈલેન્દ્રભાઈ સકસેના, અતુલભાઈ લાખાણી, નિર્ભયભાઈ પુરોહિત શૈલેષભાઈ દવે, બલરામ ચાવડા, વિશાલભાઈ જોશી, પ્રફુલ્લભાઈ ડોડીયા, નવનીતભાઈ શાહ, ભાવેશભાઇ વોરા, મુકેશભાઈ ગજેરા, કિશોરભાઈ ઠુંમર, કામદારભાઈ, જે.કે. ચાવડા, કિશોરભાઈ ચોટલીયા, ભુપતભાઈ શેઠીયા, અશ્વિનભાઈ ભારાઈ, હરિભાઈ પરમાર, રમેશભાઈ પઢિયાર, રમેશભાઈ ડોડીયા, રમેશભાઈ ડોડીયા, જીતુભાઈ ખુમાણ, જીતુભા સોલંકી, કમલેશભાઈ પરમાર, બુધેશભાઈ નિર્મળ, ચેતનભાઈ ચુડાસમા, સાગરભાઈ મકવાણા, જીતેશભાઈ પરમાર, મોહનભાઈ પરમાર, મનસુખભાઈ વાજા, બટુકબાપુ સહિતના અનેક આગેવાનોએ હાજર રહી શ્રધ્ધાસુમન અર્પણ કરેલ, વરસતા વરસાદમાં પણ, પચાસ જેટલા રકતદાતાઓએ અમુલ્ય રક્તદાન કરી ભાવાજંલી આપેલી.
આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા પઢિયાર પરિવારના યોગેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ અને જયસિંહ પઢિયાર તેમજ સર્વોદય બ્લડ બેંકના નલીનભાઈ આચાર્ય અને ખમીર મજમુદારે જહેમત ઉઠાવેલી, પઢિયાર પરિવાર દ્વારા મયારામદાસજી આશ્રમ અને સામવેદ સંસ્કૃત ગુરુકુલના વિર્ઘાથીઓને ભોજન કરાવી પૂણ્યતિથિએ ભાવવંદના કરવામાં આવેલ હતી તેમ સંજય પંડ્યાની યાદી જણાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ