કેશોદ ખાતે આહીર સમાજ અને સાથે સર્વ સમાજ ના લોકો દ્વારા મામલતદાર ને આવેદન પાઠવ્યું
ગીર સોમનાથ, 4 જુલાઈ (હિ.સ.) જેમનો મુખ્ય ઉદ્દેશ્ય આહીર સમાજ ના ભામાશા ગણાતાં અને કોંગી આગેવાન ને ખોટી વાતો માં રાજકારણ ના મુદ્દે ફસાવવામાં આવેલ છે. પરંતુ આ મુદ્દો સમગ્ર ગુજરાત માં ચર્ચા નું કેન્દ્ર બન્યો હોય ત્યારે આહીર સમાજ ના મુઠ્ઠી ઉંચેરા માનવી ગ
મામલતદાર ને આવેદન


ગીર સોમનાથ, 4 જુલાઈ (હિ.સ.) જેમનો મુખ્ય ઉદ્દેશ્ય આહીર સમાજ ના ભામાશા ગણાતાં અને કોંગી આગેવાન ને ખોટી વાતો માં રાજકારણ ના મુદ્દે ફસાવવામાં આવેલ છે. પરંતુ આ મુદ્દો સમગ્ર ગુજરાત માં ચર્ચા નું કેન્દ્ર બન્યો હોય ત્યારે આહીર સમાજ ના મુઠ્ઠી ઉંચેરા માનવી ગણાતાં હીરા ભાઈ જોટવા ના સમર્થન માં આહીર સમાજ નહીં પરંતુ સર્વ સમાજ ના લોકો દ્વારા મુખ્ય મંત્રી ને ઉદ્દેશી ને આવેદન આપવામાં આવેલ છે.

હાલ સમગ્ર જૂનાગઢ જિલ્લા ના આહીંર સમાજ અને અન્ય સમાજ ના લોકો ની એકજ માંગ છે કે લોકો ના મશીહા હીરાભાઈ જોટવા ને બદનામ કરવા ના સડયંત્ર બંધ કરવામાં આવે તેવી વિસ્તાર ના સૌ લોકો ની માંગ કરવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande