કચ્છમાં 50 ટકા સ્થાનિક શિક્ષકોની ભરતી, સાંસદે હાથ ઊંચો કરાવતાં માંડ 20 ટકા નીકળ્યા
ભુજ, 4 જુલાઈ (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત કચ્છને મળેલા 293 ઉચ્ચ માધ્યમિક શિક્ષક પૈકી 242 ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. નિમણૂક પત્ર આપવાના કાર્યક્રમમાં 50 ટકા શિક્ષકો કચ્છના સ્થાનિક હોવાનું કહેવાયું હતું. આ અંગે કચ
કચ્છમાં 50 ટકા સ્થાનિક શિક્ષકોની ભરતી, સાંસદે હાથ ઊંચો કરાવતાં માંડ 20 ટકા નીકળ્યા


ભુજ, 4 જુલાઈ (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત કચ્છને મળેલા 293 ઉચ્ચ માધ્યમિક શિક્ષક પૈકી 242 ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. નિમણૂક પત્ર આપવાના કાર્યક્રમમાં 50 ટકા શિક્ષકો કચ્છના સ્થાનિક હોવાનું કહેવાયું હતું. આ અંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સ્થાનિક ભરતીવાળા શિક્ષકોને હાથ ઊંચો કરાવતાં માંડ 20 ટકા નીકળ્યા હતા. પરિણામે, શિક્ષણતંત્ર ભોઠપમાં મૂકાઇ ગયું હતું. 8મી જુલાઈએ ગ્રાન્ટેડમાંવધુ 74 શિક્ષકને નિમણૂક પત્ર અપાશે.

કચ્છ માટે ફાળવાયેલા નવા શિક્ષકોને નિમણૂક પત્રો આપવાનો કાર્યક્રમ સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી ઉદ્બોધન કરતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાનો આભાર વ્યક્ત કરી નવા નિમણૂક પામેલા શિક્ષકોને ભરતી થયા બાદ થોડા સમયમાં જ બદલીની ચિંતા ન કરતા, કચ્છનાં બાળકોનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી તેમનાં ઘડતર માટે વધુમાં વધુ સમય કચ્છમાં વિતાવવા અને કચ્છને જાણવા અને માણવા અનુરોધ કર્યો હતો.

હાલ, જ્યારે સ્થાનિકોની ભરતી માટે માંગ ઊઠી રહી છે, ત્યારે આ ભરતીમાં સ્થાનિકોને પૂરતી તક ન મળતાં કચ્છમાં જિલ્લાફેર બદલી અને ઘટનો પ્રશ્ન સળગતો રહેશે તેમ સ્થિતિ સર્જાતી હોય છે.

50 ટકા કચ્છના સ્થાનિક શિક્ષકોની સાચી ભરતી?

ભરતીનું સેન્ટર બનેલાં કચ્છમાં અનેક રજૂઆતો બાદ માંડ ભરતી થઈ છે, ત્યારે કચ્છમાં ટકી બાળકોને પારખી તેમને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. જો કે, જિલ્લા શિક્ષણાધિકારીએ આ ભરતીમાં સ્થાનિક ઉમેદવારો 50 ટકા હોવાની વાત કરી હતી, જેથી સાંસદ ચાવડાએ ઉપસ્થિત ઉમેદવારોને સ્સ્થાનિકોને હાથ ઊંચો કરવા જણાવતાં માંડ સાતથી આઠ લોકોએ હાથ ઊંચો કર્યો હતો જેથી સાંસદે ટકોર કરી આ તો માત્ર 20 ટકાયે માંડ થાય છે.

551 વધુ શિક્ષક કચ્છને ફાળવાયા, તમામ જગ્યા ભરાશે

જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું કે, આજે કચ્છને ફાળવાયેલા સરકારી શાળાઓના ઉચ્ચ માધ્યમિક શાળાના 293 શિક્ષકને નિમણૂક પત્ર અપાયા બાદ આગામી આઠમીએ ગ્રાન્ટેડ શાળા માટે ફાળવાયેલા 74 શિક્ષકને નિમણૂકના ઓર્ડર અપાશે. આ ઉપરાંત માધ્યમિક વિભાગનીયે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જેમાં પણ 551 જેટલા વધુ શિક્ષક કચ્છને ફાળવાયા છે, જેમના હુકમો પણ 15 દિવસ પછી અપાશે. આ ભરતી થયા બાદ કચ્છમાં તમામ જગ્યા ભરાઈ જશે તેમ છતાં જો કોઈ જગ્યા ખાલી રહેશે, તો સરકારે જ્ઞાન સહાયકની છૂટ આપી હોવાથી તે જગ્યા પણ તેનાથી ભરાશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande