ત્રણ યુવકોને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર ઝડપાયો
અમરેલી, 4 જુલાઈ (હિ.સ.) : અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ત્રણ દિવસ પહેલા થયેલા કાર હુમલા મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઘટના દરમિયાન એક કાર ચાલકે ત્રણ યુવકોને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો, જે સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ
ફરાર થયેલ આરોપી ને ઝડપી લેવામાં આવ્યો


અમરેલી, 4 જુલાઈ (હિ.સ.) : અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ત્રણ દિવસ પહેલા થયેલા કાર હુમલા મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઘટના દરમિયાન એક કાર ચાલકે ત્રણ યુવકોને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો, જે સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. હુમલાની ઘટના બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે કાર ચાલકની ઓળખ જયસુખ ખેતરીયા તરીકે કરી છે. અમરેલી એસ.ઓ.જી.ના સ્ટાફે તપાસને તીવ્રતા આપી અને અંતે હુમલાના મુખ્ય આરોપી જયસુખ ખેતરીયાને ગરમળી ગામેથી ઝડપી પાડ્યો છે. આરોપીને પકડીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને હુમલાના પાછળના કારણો શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે.

હજુ સુધી હુમલાની પાછળનો ચોક્કસ ઉદ્દેશ્ય બહાર આવ્યો નથી, પરંતુ પ્રાથમિક વિગતો અનુસાર વ્યક્તિગત અદાવતને કારણે હુમલો કરાયો હોવાની શક્યતા છે. પોલીસે આરોપીની પુછપરછ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande