ઇમ્ફાલ, નવી દિલ્હી, ૦4 જુલાઈ
(હિ.સ.) મણિપુરમાં સુરક્ષા દળોએ એક મોટા ઓપરેશન હેઠળ મોટી માત્રામાં, શસ્ત્રો અને
વિસ્ફોટકો જપ્ત કર્યા છે. આ સર્ચ ઓપરેશન 3 જુલાઈની રાતથી 4 જુલાઈની સવાર સુધી
ચાલ્યું હતું.
ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, મણિપુર પોલીસ, આસામ રાઇફલ્સ આર્મી અને સેન્ટ્રલ પેરામિલિટરી
ફોર્સની સંયુક્ત ટીમોએ, ટેંગ્નોપાલ, કાંગપોકપી, ચંદેલ અને ચુરાચાંદપુર જિલ્લાના, પહાડી અને દૂરના
વિસ્તારોમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ સંયુક્ત ઓપરેશનમાં, કુલ 203 હથિયારો જપ્ત કરવામાં આવ્યા
હતા.જેમાં 21ઇન્સાસરાઇફલ્સ, 11એકે-સિરીઝ રાઇફલ્સ, 26એસએલઆર, બે સ્નાઈપર
રાઇફલ્સ, ત્રણ કાર્બાઇન્સ, 17 .303 રાઇફલ્સ, બે એમએએસોલ્ટ રાઇફલ્સ, બે મોર્ટાર (51એમએમ), ત્રણ એમ79
ગ્રેનેડ લોન્ચર્સ, 38 'પોમ્પી' સ્વદેશી શસ્ત્રો
અને ઘણા અન્ય સ્વદેશી શસ્ત્રો, પિસ્તોલ અને બોલ્ટ-એક્શન રાઇફલ્સનો સમાવેશ થાય છે.
આ બધા ઉપરાંત, 30 આઈડી, 10 હેન્ડ ગ્રેનેડ, નવ પોમ્પી શેલ, બે લાથોડ ગ્રેનેડ અને મોટી સંખ્યામાં 5.56 એમએમ અને 7.62
એમએમ જીવંત કારતૂસ પણ મળી આવ્યા છે.
ઓપરેશનમાં સામેલ અધિકારીઓ માને છે કે, આ શસ્ત્રો આતંકવાદી
જૂથો અથવા અસામાજિક તત્વો દ્વારા ભવિષ્યમાં હિંસક પ્રવૃત્તિઓ માટે સંગ્રહિત
કરવામાં આવ્યા હતા.
આ સફળતાને, મણિપુરમાં ઉગ્રવાદના માળખાને તોડી પાડવા અને
શાંતિ પુનઃસ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સુરક્ષા
દળો હજુ પણ સતર્ક છે અને આગામી દિવસોમાં વધુ સર્ચ ઓપરેશનની અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ