હારિજના અંબાજી મંદિરમાં ચોરી, સમાજમાં રોષની લાગણી
પાટણ, 4 જુલાઈ (હિ.સ.)હારિજના રામજી મંદિર પરિસરમાં આવેલા, પટેલ સમાજના કુળદેવી અંબાજી માતાના મંદિરમાં ગુરુવાર રાત્રે ચોરીની ઘટના બની હતી. મંદિરમાં બે તસ્કરોએ માત્ર 8 મિનિટમાં ઘૂસી જઈ ચોરી અંજામ આપી. મંદિરના પૂજારી મદનલાલ સાધુ, રાત્રે પૂજા પાઠ કર્યા બાદ
હારિજના અંબાજી મંદિરમાં ચોરી, સમાજમાં રોષની લાગણી


પાટણ, 4 જુલાઈ (હિ.સ.)હારિજના રામજી મંદિર પરિસરમાં આવેલા, પટેલ સમાજના કુળદેવી અંબાજી માતાના મંદિરમાં ગુરુવાર રાત્રે ચોરીની ઘટના બની હતી. મંદિરમાં બે તસ્કરોએ માત્ર 8 મિનિટમાં ઘૂસી જઈ ચોરી અંજામ આપી. મંદિરના પૂજારી મદનલાલ સાધુ, રાત્રે પૂજા પાઠ કર્યા બાદ સૂઈ ગયા હતા અને સવારે આરતી માટે મંદિર ખોલતાં ગર્ભગૃહના મુખ્ય દરવાજાનું તૂટેલું લોક જોવા મળ્યું હતું. પૂજારીએ તરત જ આ અંગે ટ્રસ્ટી અશોકકુમાર મફતલાલ પટેલને જાણ કરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ચોરોએ માતાજીનો 400 ગ્રામનો ચાંદીનો મુગટ અને 600 ગ્રામ વજનના 10 નાના-મોટા ચાંદીના છત્તર મળીને અંદાજે ₹70,000 કિંમતના કુલ એક કિલો ચાંદીના આભૂષણો ચોરી કર્યા છે. સીસીટીવી ફૂટેજ મુજબ ચોરો રાત્રે 2:43 કલાકે મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા અને 2:51 કલાકે ચોરી કરીને નીકળી ગયા હતા. તેમના હાથમાં કોસ અને અન્ય ધાતુના સાધનો જોવા મળ્યા હતા.

હારિજ પોલીસ સ્ટેશનના પીઆઇ નિરવભાઈ શાહે જણાવ્યું કે, આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ખંગાળી રહ્યાં છે અને ચોરોને ઝડપવા માટે કાર્યવાહી શરૂ કરાઈ છે. મંદિરમાં ચોરીના બનાવને લઈ પટેલ સમાજમાં રોષનો માહોલ છે અને ચોરોને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande