નવી દિલ્હી, 4 જુલાઈ (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, 6 અને 7 જુલાઈના કેરળના
બે દિવસના પ્રવાસ પર રહેશે. આ દરમિયાન તેઓ ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ
લેશે.
ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું
હતું કે,” ધનખડ જી, 7 જુલાઈના ત્રિશૂર
જિલ્લામાં આવેલ પવિત્ર ગુરુવાયુર મંદિરની, મુલાકાત લેશે અને પૂજા-અર્ચના કરશે.
ગુરુવાયુર મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત એક મુખ્ય યાત્રાધામ છે, જ્યાં
દેશ-વિદેશના ભક્તો દર્શન માટે આવે છે.”
ગુરુવાયુર મંદિરમાં, પૂજા કર્યા પછી, ઉપરાષ્ટ્રપતિ
કોચીમાં નેશનલ યુનિવર્સિટી ઓફ એડવાન્સ્ડ લીગલ સ્ટડીઝની મુલાકાત લેશે. ત્યાં તેઓ
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે, વાતચીત કરશે અને તેમને પ્રેરણાદાયક
ભાષણ આપશે.
ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાતને કેરળમાં શિક્ષણ અને સંસ્કૃતિને
પ્રોત્સાહન આપવાના સકારાત્મક પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ