ગીર સોમનાથ 5 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ ના તાલાલા સાસણ સ્ટેટ હાઇવે પડ્યા મસ મોટા ખાડા પડી ગયા છે. માત્ર થોડા વરસાદમાં રોડની હાલત દયની બની છે ત્યારે સાસણ થી સોમનાથને જોડતા સ્ટેટ હાઇવે ની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે.
સ્ટેટ હાઇવે પર તાલાલા થી સાસણ જતા રોડ પર મસ મોટા ખાડા થી વાહન ચાલકો ને મૂશ્કેલી નો સામનો કરવા નો વારો આવ્યો છે અને
સ્ટેટ હાઇવે પર મસ મોટા ખાડાથી સ્થાનિકોમાં ભારે રોસ જોવા મળી રહ્યો છે.
ટ્રાફિક જામ અને અને અકસ્માતની ઘટનાથી સ્થાનિક લોકો ઓપરેશન થઈ ગયા છે ત્યારે વહેલી તકે રસ્તો રીપેર કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
મોટી સંખ્યામાં પર્યટકો સાસણ થી સોમનાથ જવા માટે આ રોડ પરથી પસાર થાય છે..આ રોડ પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ