જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ.
પોરબંદર, 5 જુલાઈ (હિ.સ.)મોદી સરકારના 11 વર્ષની ઉજવણી નિમિતે 70 વર્ષથી વધુ વયના તમામ નાગરીકો માટે વયવંદના યોજનામાં નોંધણીનું અભીયાન યોજાઈ રહ્યું છે જેમાં તા. 5 અને 6 જુલાઈ દરમ્યાન રાજ્યવ્યાપી મેગાડ્રાઈવનું આયોજન કરાશે.આ કાર્યક્રમ નિમિતે જિલ્લા ભાજપ કા
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ.


જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ.


જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ.


જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ.


પોરબંદર, 5 જુલાઈ (હિ.સ.)મોદી સરકારના 11 વર્ષની ઉજવણી નિમિતે 70 વર્ષથી વધુ વયના તમામ નાગરીકો માટે વયવંદના યોજનામાં નોંધણીનું અભીયાન યોજાઈ રહ્યું છે જેમાં તા. 5 અને 6 જુલાઈ દરમ્યાન રાજ્યવ્યાપી મેગાડ્રાઈવનું આયોજન કરાશે.આ કાર્યક્રમ નિમિતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજવામાં આવી હતી.

જેમાં પ્રદેશ આગેવાન પુનીતભાઈ શર્મા, જીલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જીલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, સીનીયર આગેવાન કેતનભાઈ દાણી તથા વયવંદના કાર્યક્રમના જીલ્લાના ઇન્ચાર્જે આવડાભાઈ ઓડેદરા, સહઈન્ચાર્જ મસરીભાઈ ખુંટી, દરેક મંડળના પ્રમુખ અને મહામંત્રી તથા મોદી સરકારના 11 વર્ષની ઉજવણીના ઇન્ચાર્જ ભીમભાઈ ઓડેદરા, સહ ઈન્ચાર્જ લક્કીરાજસિંહ વાળા, જગદીશભાઈ બાપોદરા, હજાભાઈ ભોગેસરા ઉપસ્થિત રહ્યા હતા.

તા. 5 અને 6 જુલાઈ 2025 શનિવાર અને રવિવાર દરેક બૂથ સ્તરે વયવંદના નોંધણી કેમ્પ યોજવાના છે અને 70 વર્ષ થી વધુ વયના નાગરિકોને 100% નોંધણી થશે. દરેક બૂથમાં સાંસદ સભ્ય, ધારાસભ્ય, જીલ્લા ભાજપ પ્રમુખ અને સૌ કાર્યકર્તાઓ બૂથ સ્તરે આ કાર્યક્રમોમાં હાજરી આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande