સુરત, 7 જુલાઈ (હિ.સ.)-આદિજાતિ વસ્તી ધરાવતા ગામોને વ્યકિતલક્ષી યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તે માટે ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિવિધ કેમ્પો યોજાશે. જેના ભાગરૂપે અનુસુચિત જનજાતિના લોકોને ઘર આંગણે વિવિધ યોજનાઓના લાભો મળી રહે તે માટે તા.9/7/2025ના રોજ ચોર્યાસી તાલુકાના વાંઝગામની પ્રાથમિક શાળા ખાતે સવારે 9:00 વાગ્યાથી કેમ્પ યોજાશે.
જેમાં વેડછા-સાબરગામ, બોણંદ, વકતાણા, ભાટીયા, વાંઝ, ખરવાસા, મોહણી, ગોજા-ખંભાસલાના ગ્રામજનોના જાતિના દાખલા, રેશનકાર્ડની લગતી કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગાસ્વરૂપ યોજના, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, કિસાન સન્માનનિધિ યોજના, જનધન બેક એકાઉન્ટ, પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજના તથા મનરેગા જેવી અનેક વિવિધ યોજનાઓના લાભો મેળવી શકાશે. જેથી વધુમાં વધુ લોકોએ વિવિધ યોજનાઓનો લાભ લેવા ચોર્યાસી મામલતદાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે