બરોડા -આણંદ પુલ તુટવા જેવી બીજી ઘટના ન બને, તે પહેલાં ઊનાના મછુન્દ્રી નદીના જર્જરીત પુલને જલ્દી થી નવો બનાવવા માંગ.
ગીર સોમનાથ 9 જુલાઈ (હિ.સ.) અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી અને ઊનાના જાગૃત નાગરિક રસિક ચાવડા એ ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી ગુજરાતને પત્ર લખી રજૂવાત કરી છે કે ઊના શહેર માંથી પસાર થતો ભાવનગર ,અમરેલી ને જોડતા રોડ પર ઊનાની મછુંદ્રીની નદીન
બરોડા -આણંદ પુલ તુટવા જેવી બીજી ઘટના ન બને, તે પહેલાં ઊનાના મછુન્દ્રી નદીના જર્જરીત પુલને જલ્દી થી નવો બનાવવા માંગ.


ગીર સોમનાથ 9 જુલાઈ (હિ.સ.) અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી અને ઊનાના જાગૃત નાગરિક રસિક ચાવડા એ ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી ગુજરાતને પત્ર લખી રજૂવાત કરી છે કે ઊના શહેર માંથી પસાર થતો ભાવનગર ,અમરેલી ને જોડતા રોડ પર ઊનાની મછુંદ્રીની નદીના પુલ પર થી દરરોજના હજારો નાનાંમોટાં વાહનો પસાર થાય છે.

ઊના અને ભાવનગર અમરેલી જિલ્લાને જોડતો આ પુલ, ઘણા વર્ષો થી બનેલ છે અને હાલ ખખડધજ અને જર્જરિત અવસ્થા માં છે. દર વર્ષે રીપેર કરીને ચલાવવામાંવામાં આવે છે. આ અંગે રસિક ચાવડા એ અગાઉ પણ અનેક વખત રજૂવાત કરી છે. જાણકારોનાં મતે આ પુલની આવરદા પણ પૂરી થઈ ગઈ છે. તો આ પુલ ની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી નવો બનાવવામાં આવે તેવી વિનંતી છે. હમણાં જ બરોડા આણંદને જોડતો પુલ તૂટ્યો અને અનેક માનવ જિંદગીનો ભોગ લેવાયો છે. ત્યારે ભવિષ્ય માં આવી ઘટના ઊના માં ના બને, અને કોઈ જાનહાનિ થાય તે પેલા આ પુલને બનાવામાં આવે તેવી માંગ રસિક ચાવડા એ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande