પોરબંદર, 7 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા બનતા જ પોરબંદરની પ્રજા પર અસહ્ય વેરો ઝીકી દેવામા આવ્યો હતો. જેને પગલે પ્રજામા વિરોધનો સુર ઉઠયો હતો અને વાંધા અરજીઓ કરવામા આવી હતી, અંતે આજે પોરબંદર ભાજપ દ્રારા મહાનગર પાલિકા કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી અને વેરા ઘટાડાની જાહેરાત કરી હતી. જેને પગલે પ્રજાની જીત થતા લોકોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોરબંદર મનપા દ્વારા વેરામા અસહ્ય વધારો કરવામા આવ્યો જેને પગલે જાગૃત નાગરિકો દ્વારા વેરા વધારા સામે ખાસ ઝુંબેશ શરૂ કરવામા આવી હતી અને 3000 થી વધારે વાંધા અરજી કરવામા આવી હતી. પ્રજામા વેરાને લઈ ભારે વિરોધ થતા અંત પોરબંદર જીલ્લા ભાજપ ચિંતામા મુકાયુ હતુ, અંતે આજે પોરબંદર મહાનગર પાલિકા કચેરી ખાતે ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને જીલ્લા ભાજપના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રેસકોન્ફરન્સ યોજી હતી અને હાલ પુરતો વેરો વધારો સ્થગિત કરવામા આવ્યો છે. અને જુના વેરા મુજબ વેરો જનતા પાસેથી વસુલવામા આવશે અને જે લોકો વેરો વધારો કર્યો છે. જે હાલ પુરતો સ્થગિત કરવામા આવ્યો છે આગામી દિવસોમા પુનઃ વિચારણા કરવામા આવશે જે મિલ્કતધારકોએ વેરો ભર્યો છે. તેમને તફાવતની રકમમા સરભર કરી દેવામા આવશે વેરા વધારા સામે પોરબંદરની જનતાની જીત થતાં ખુશીનો મહોલ જોવા મળી રહ્યો છે.
ભાજપ દ્રારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમા પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, જિલ્લા ભાજપના મહામંત્રી અશોકભાઈ મોઢા અને રામદેભાઈ મોઢવાડીયા સહીતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya