રાંદેરમાં અજાણી મહિલાએ વોચમેનના રૂમમાં ઘૂસીને 28,500ની ચોરી કરી
સુરત, 7 જુલાઈ (હિ.સ.)-શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી ઓપેરા હાઉસ બિલ્ડિંગના વોચમેનના રૂમમાંથી અજાણી મહિલાએ ચાર મોબાઈલ ફોન અને રોકડ મળીને કુલ રૂપિયા મળી કુલ રૂપિયા 28,500ની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જેથી વોચમેને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ
રાંદેરમાં અજાણી મહિલાએ વોચમેનના રૂમમાં ઘૂસીને 28,500ની ચોરી કરી


સુરત, 7 જુલાઈ (હિ.સ.)-શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી ઓપેરા હાઉસ બિલ્ડિંગના વોચમેનના રૂમમાંથી અજાણી મહિલાએ ચાર મોબાઈલ ફોન અને રોકડ મળીને કુલ રૂપિયા મળી કુલ રૂપિયા 28,500ની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જેથી વોચમેને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૂળ ખેડાના નડીયાદ તાલુકાના વડતાલ ગામના વતની રાજુભાઇ જીવાભાઇ સેનવા (ઉ.વ.48) રાંદેર, સંઘવી ટાવર પાસે ઓપેરા હાઉસમાં વોચમેન તરીકે કામ કરે છે. દરમિયાન ગત 5 જૂલાઈ 2025ના રોજ સવારે સાડા સાતેક વાગ્યાના આરસામાં તેમના રૂમમાં અજાણી મહિલા ઘુસી રોકડા 13 હજાર અને ચાર મોબાઈલ મળી કુલ રૂપિયા 28 હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જેથી ભોગ બનનાર રાજુએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande