અંબાજી,07જુલાઈ
(હિ. સ)શક્તિપીઠ
અંબાજીમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા વહીવટી શાસનની આજેઅંત આવ્યો છે ને ફરી એકવાર
લોકશાહી ઢબે ગ્રામ પંચાયત જીવિત બની છે જેને લઇ 2022માં ગ્રામપંચાયતની મુદ્દત પૂર્ણ થયા
બાદ સતત ત્રણ વર્ષ 2025 સુધી વહીવટી શાસન ને લઇ વહીવટદારનીનિમણુંક કરવામાં આવી હતી અને 2025
માં ફરી ચૂંટણી પંચે સ્થાનિક
સ્વરાજ્ય ની ચૂંટણી જાહેર કરતા ગુજરાતની સૌથી મોટી પંચાયત એવી 18 વોર્ડનીઅંબાજી ગ્રામપંચાયતમાં સરપંચ
તરીકે કલ્પનાબેન દવે ને લોકમત મળતા સરપંચ તરીકે ચૂંટાયા હતા જયારે આજે ચૂંટણી
અધિકારી ,18સભ્યો ,પોલીસ તેમજ અંબાજીના વહીવટદારની
ઉપસ્થિતિમાં ઉપસરપંચની નિમણુંક કરવાની થતા પ્રકાશભાઈ ભાટીને ચૂંટાયેલા સરપંચ સહીત 12 સભ્યોએ હાથ ઊંચો કરી પોતાનો મત આપતા
ઉપસરપંચ તરીકે પ્રકાશ ભાટી નિમણુંક પામ્યા હતા જેની ચૂંટણી અધિકારી એ વિધિવત
જાહેરાત કરી અંબાજીમાં ચાલતા વહીવટી સાશનનો અંત લાવ્યો હતોને હવે ફરી લોકશાહી ઢબે
સરપંચ અને ઉપસરપંચ ચૂંટવામાં આવ્યા હતા જેને લઇ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતુંકે
જે રીતે વહીવટી શાસન માં વિકાસ થયો છે અનેઅંબાજી ગ્રામ પંચાયતની લેણાં નીકળતી
વેરા વસુલાતનિયમત
વસૂલી વધુ વિકાસ કરે તેમસુરેશ જોષી સ્થાનિક,ચૂંટણી અધિકારી , દાંતાએ જણાવ્યું હતું જયારે નવનિયુક્ત
સરપંચ કલ્પનાબેન દવે એ પણ ફરી આ લોકશાહી ઢબે ચૂંટણી થી સરપંચ તરીકે જીત મેળવતા
આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી તેમજ અંબાજીના અતિ મહત્વના પ્રશ્ન એવા પાણી,લાઈટ,રોડ રસ્તા,તેમજ સફાઈ જેવા મહત્વના કામો કરી
અંબાજીનો નામ ગુંજતું કરવા કલ્પના બેન દવે (નવનિયુક્ત મહિલા સરપંચ,ગ્રામપંચાયત) અંબાજીએ જણાવ્યું હતું
ત્યારબાદ આજે ફરી સરપંચ અને ઉપસરપંચ તરીકે નિમણૂક પામેલા
ઉમેદવારોને તેમના સમર્થકો દ્વારા ફુલ માળા પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથે
વાજતેગાતેમાં અંબે
ના મંદિરે દર્શનાર્થે પહોંચીએ વિકાસ માટે આશીર્વાદ મેળવવા માટેમાતાજીના દર્શન કર્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ