પાટણ, 7 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઓળખાતા શ્રી જલિયાણ ગ્રુપે સોમવારે હારીજ નગરપાલિકાને ટ્રેક્ટર સાથે પાણીનું ટેન્કર અર્પણ કર્યું છે. આ પ્રસંગે ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા અને નગરપાલિકા તંત્રે આ લોકહિતની ભેટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ભેટના કારણે નગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે.
પાટણ જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે, જેમાં શ્રી જલિયાણ ગ્રુપની હારીજમાં સેવાપ્રવૃત્તિઓ ખાસ નોંધપાત્ર રહી છે. તેમના સહયોગથી સ્થાનિક નાગરિકોને સતત લાભ મળે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર