પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)પોરબંદર શહેર અને જીલ્લા ભારે વરસાદને કારણે રસ્તાઓની હાલત દયનીય બની છે. પોરબંદરના બરડા પંથકના મજીવાણાથી કુણવદર તરફ જતાં રસ્તા પર આવેલ પ્રોકેટશન દિવલા ભારે વરસાદને કારણે ધરાશાઇ થઇ હતી આ મુખ્ય રસ્તાની બાજુમાથી વરસાદી પાણીનો નિકાલ થતો હાલ પડેલા ભારે વરસાદને કારણે પ્રોટેકશન દિવાલ ધરાશાઇ બની હોવાનુ જાણવા મળી રહ્યુ છે.દિવાલ ધરાશાઈ થતા હવે રસ્તો પણ ધસી પડે તેવી ભીતી સેવાઈ રહી છે. આથી તાત્કાલીક પ્રોટેકશન દિવાલ બનાવામાં આવે તેવી માંગ સ્થાનિક ખેડુતો દ્રારા કરવામા આવી છે ભારે વરસાદ થશે તો રસ્ત્રતો પણ ધસી પડશે અને અકસ્માત સર્જાશે તેવી ભય સ્ત્રથાનિકોને સતાવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya