ભુજ– કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદના
લીધે વિવિધ રસ્તાઓ પ્રભાવિત થયા હતા. પાણીના ભારે પ્રવાહના લીધે ઘણા રસ્તાઓને
નુકશાન પહોંચ્યું હતું. આ દરમિયાન કેટલાક માર્ગો
ભંગાર બન્યા હતા અને તૂટ્યા હતા. માર્ગ અને મકાન
વિભાગ રાજ્ય તેમજ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે વાહન વ્યવહાર પૂર્વવત થાય તે
દિશામાં કામગીરી કરવામાં આવી અને માંડવી તાલુકાનો
આંતરિયાળ રસ્તો શરૂ કરી દેવામા આવ્યો છે.
માંડવી તાલુકામાં ગઢશીશા નરેડી રોડ ઉપર કોટડા પાસેના બોક્સ
કલ્વર્ટની બંને બાજુના એપ્રોચ રોડ પાણીના ભારે પ્રવાહના લીધે ધોવાઈ ગયા હતા. વરસાદી વિરામ વચ્ચેયુદ્ધના ધોરણે મેટલીંગની કામગીરી કરીને રોડને
પૂર્વવત કરવામાં આવ્યો છે.
ગ્રામીણ વિસ્તારનો વાહન વ્યવહાર શરૂ થયો
જેસીબી મશીન, ટ્રેક્ટર વગેરેની મદદથી માટીનું પુરાણ કરવામાં
આવ્યું હતું. આમ, યુદ્ધના ધોરણે
કામગીરી કરીને બોક્સ કલ્વર્ટની બંને બાજુના એપ્રોચ રોડને માટી અને પથ્થરથી પુરાણ
કરીને મોટરેબલ બનાવવામાં આવ્યા હતા. હાલમાં આ રોડ પરથી વાહન વ્યવહાર શરૂ કરવામાં
આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA