પાટણમાં ગુરુપૂર્ણિમા પર્વે મંદિરોમાં ભક્તોની ભીડ
પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે વિવિધ મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતા. પંચમુખી હનુમાન મંદિરે બ્રહ્મલિન નર્મદાગીરીજી મહંતની ગુરુગાદી અને પાદુકા પૂજન માટે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી. રાણકીવાવ રોડ પર આવેલી ન
પાટણમાં ગુરુપૂર્ણિમા પર્વે મંદિરોમાં ભક્તોની ભીડ


પાટણમાં ગુરુપૂર્ણિમા પર્વે મંદિરોમાં ભક્તોની ભીડ


પાટણમાં ગુરુપૂર્ણિમા પર્વે મંદિરોમાં ભક્તોની ભીડ


પાટણમાં ગુરુપૂર્ણિમા પર્વે મંદિરોમાં ભક્તોની ભીડ


પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે વિવિધ મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતા. પંચમુખી હનુમાન મંદિરે બ્રહ્મલિન નર્મદાગીરીજી મહંતની ગુરુગાદી અને પાદુકા પૂજન માટે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી. રાણકીવાવ રોડ પર આવેલી નવીન કાળકા મંદિરે બ્રહ્મલિન મહંત દેવગીરી બાપુની પ્રતિમાનું પાદુકા પૂજન થયું હતું. ભક્તોએ કુમકુમ તિલક, ફૂલહાર તથા ભક્તિભાવથી પૂજન-અર્ચન કર્યું હતું.

ગોળશેરી વિસ્તારમાં ગુરુ ગાદીના ઉત્તરાધિકારી ગોપાલભાઈ પાઠકના આશીર્વચન મેળવવા મોટી સંખ્યામાં ભાવિકો ભેગા થયા હતા. ભક્તોએ તેમને ફૂલહાર અર્પણ કરી ચરણસ્પર્શ કર્યો હતો. નોરતા ગામે સંત દોલતરામ મહારાજના આશ્રમે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભદ્ર વિસ્તારમાં આવેલા પ્રાચીન દત્તાત્રય મંદિરે ગુરુ દત્તાત્રયની ચરણ પાદુકાની અભિષેકપૂજા યોજાઈ હતી અને સમગ્ર મંદિર ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

આ પવિત્ર અવસરે ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ, જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ, શહેર પ્રમુખ હર્ષ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આગેવાનોએ મંદિરોમાં જઈ ગુરુવંદના કરી દર્શન લાભ લીધા હતા. દરેક મંદિરે ભંડારાનું પણ વિશેષ આયોજન કરાયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande