ગીર સોમનાથ 8 જુલાઈ (હિ.સ.)
પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઈ ચુડાસમા સેવા સમિતિ તથા શ્રી સદગુરુ નેત્ર નિદાન કેમ્પ સેવા સમિતિ દ્વારા ગુરુપૂર્ણિમા ના પાવન પર્વની ઉજવણી શ્રી કોળી સમાજ ભવન પ્રાચી તીર્થ ખાતે રાખવામાં આવેલ છે જેમાં તારીખ 10/7/2025 ને ગુરૂવાર ના રોજ સવારે 9:00 થી સાંજ ના 5 વાગ્યા સુધી ગાયત્રી અખંડ જાપ તથા ગુરુ પૂજન, મહા આરતી, મહાદિપ યજ્ઞ, સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને દિપયજ્ઞ માધ્યમથી પૂર્ણાહુતિ કરવામાં આવશે ગુરુ એ કોઈ વ્યક્તિ નથી પરંતુ ચેતના પ્રવાહ છે તેમના તરફથી જીવનમાં માર્ગદર્શન મળે પ્રેરણા મળે એ મંગલમય ભાવથી ગુરુ વહી હોતા હૈ પલ પલ મેં જ્ઞાન દેતા હૈ બિછડે હુએ કો રાહ દેખાતા હૈ ખુદ તો તરતા હૈ દુસરે કો તાર દેતા હૈ વહી સદગુરુ તો ગુરુદેવ ના સાનિધ્યમાં તન મન ધન સમર્પણ કરવાનો અવસર એટલે ગુરુપૂર્ણિમા તો આ કાર્યક્રમ માં આજુબાજુના વિસ્તારમાંથી લાભ લેવા ભાવિક ભક્તોને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા હૃદયના ભાવ થી નિમંત્રણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ