પાટણમાં દેવીપૂજક સમાજ માટે આધુનિક લાયબ્રેરીનું ઉદ્ઘાટન
પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના સુદામા ચોકડી હાઈવે પર આવેલી ઓમ વેદાર્ક કોમ્પ્લેક્ષમાં દેવીપૂજક સમાજના વિદ્યાર્થીઓ માટે એક અદ્યતન લાયબ્રેરીનો શુભારંભ થયો છે. આ હાઈટેક લાયબ્રેરીનો ઉદ્ઘાટન ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. લા
પાટણમાં દેવીપૂજક સમાજ માટે આધુનિક લાયબ્રેરીનું ઉદ્ઘાટન


પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના સુદામા ચોકડી હાઈવે પર આવેલી ઓમ વેદાર્ક કોમ્પ્લેક્ષમાં દેવીપૂજક સમાજના વિદ્યાર્થીઓ માટે એક અદ્યતન લાયબ્રેરીનો શુભારંભ થયો છે. આ હાઈટેક લાયબ્રેરીનો ઉદ્ઘાટન ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. લાયબ્રેરી શ્રી લીલા મંગળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને તેનું નિર્માણ પાલનપુરના પોલીસ ઈન્સપેક્ટર સૂરજ પટ્ટણીના પ્રયાસોથી શક્ય બન્યું છે. અમદાવાદ બાદ દેવીપૂજક સમાજ માટે આ બીજી આધુનિક લાયબ્રેરી બની છે.

આ લાયબ્રેરીમાં એકસાથે 110થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે અને UPSC, GPSC તેમજ વર્ગ 1, 2, 3 જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમામ જરૂરી પુસ્તકો અહીં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે એસી, ફ્રી વાઈ-ફાઈ, આરઓ પાણી જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દર શનિવાર અને રવિવારે નિષ્ણાત શિક્ષકો દ્વારા કોચિંગ, મોક ટેસ્ટ અને પેપર સોલ્યુશન આપવામાં આવશે. ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ, અંગ્રેજી, વ્યાકરણ, ગણિત અને પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે ખાસ કોર્સ પણ હાથ ધરવામાં આવશે.

PI સૂરજભાઈ પટ્ટણીએ જણાવ્યું હતું કે તેમણે પોતાના જીવનમાં ગરીબીને નજીકથી અનુભવી છે અને આર્થિક સંજોગોના કારણે કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે એ હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી છે. સાંસદ દેવુસિંહ ચૌહાણે આશા વ્યક્ત કરી હતી કે આ લાયબ્રેરી ભવિષ્યના નાગરિકોને શિક્ષિત અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande