જૂનાગઢ જિલ્લામા સંકલ્પ -ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ થતી અસરકારક કામગીરી
જુનાગઢ 8 જુલાઈ (હિ.સ.) જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્રારા કાર્યરત સંકલ્પ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ થતી અસરકારક કામગીરી થઈ રહી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ૧૮૫ જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા છે. તેમજ જૂનાગઢ જિલ્લ્લાની ૧૧૩
જૂનાગઢ જિલ્લામા સંકલ્પ -ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ થતી અસરકારક કામગીરી


જુનાગઢ 8 જુલાઈ (હિ.સ.) જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્રારા કાર્યરત સંકલ્પ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ થતી અસરકારક કામગીરી થઈ રહી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ૧૮૫ જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા છે. તેમજ જૂનાગઢ જિલ્લ્લાની ૧૧૩ ગ્રામ પંચાયતોની મુલાકાત કરી છેવાડાના લાભાર્થીઓને યોજનાકીય લાભ મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન, અને યોજનાઓના કુલ ૯૯૬ ફોર્મ ભરાવવામાં આવ્યા છે.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી.સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી બી.ડી.ભાડના માર્ગદર્શન હેઠળ ચાલતા “સંકલ્પ” ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન દ્રારા મહિલાના સશક્તીકરણ અને સલામતી માટે કાર્યરત છે. સમાજમાં પ્રવર્તમાન વ્યાપક લિંગ આધારિત પુર્વગ્રહો અને ભેદભાવો દુર કરવા,મહિલા કલ્યાણકારી યોજનાઓ,કાયદાઓ,કાર્યક્રમોની માહિતી છેવાડાની મહિલાઓ અને લોકો સુધી પહોચે તે હેતુ સિદ્ધ કરવા “સંકલ્પ” ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના હાલ જૂનાગઢ ખાતે અમલીકરણમાં છે. જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ ૧૮૫ જાગૃતિકરણ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લ્લાની ૧૧૩ ગ્રામ પંચાયતોની મુલાકાત કરી અને અન્ય યોજનાઓના કુલ ૯૯૬ ફોર્મ ભરાવ્યા હતા.

આ ઉપરાંત ટીમ દ્વારા છેવાડાના લાભાર્થીઓને યોજનાકીય લાભ મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે.જાતિગત અસમાનતા અને ભૃણ પસંદગીના મુદ્દા અંગે જાગૃતતા તેમજ ઘરેલું હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓને આશ્રય,કાયદાકીય માર્ગદર્શનનું કાર્ય પણ કરવામાં આવે છે.

મહિલાઓના આર્થિક,સામજિક ઉત્થાન અને આત્મનિર્ભરતા માટે મહિલા સ્વાવલંબન યોજના મારફત ગ્રામ્ય અને શહેરી કક્ષાએ ૧૮ થી ૬૫ વર્ષ સુધીની બહેનો વ્યવસાય અને આર્થિક ઉપાર્જન માટે આ યોજના હેઠળ અરજી કરી શકે છે. જેમાં અત્યાર સુધીમાં કુલ ૨૧૧ લાભાર્થીઓની અરજીઓ બેંકમાં મોકલવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૩૩ લાભાર્થીઓને ૨ લાખ સુધીની લોન પણ મળી ગઈ છે. નિગમ દ્રારા ૧૦ લાખથી વધુની સબસીડીનો લાભ સીધો લાભાર્થીના ખાતામાં ચેક દ્રારા જમા થયા છે. જેનાથી મહિલાઓ પોતાના ધંધામાંથી આજીવિકા મેળવી આત્મનિર્ભર બનેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande