પોરબંદરના યુવાનનો ટ્રક બે શખ્સોએ પચાવી પાડ્યો.
પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવીગનો વ્યવસાય કરતા ભાવેશ મેરામણભાઇ ઓડેદરાએ એવી ફરીયાદ નોધાવી છે કે તેમના ટ્રકમાં ડ્રાઇવીગ કરતા આલાભાઇ હુણે આજથી ત્રણ માસ પૂર્વે પ્રતાપ મેરામણ મોઢવાડીયા પાસેથી ટ્રકનો સ્પેરપાર્ટ ક
પોરબંદરના યુવાનનો ટ્રક બે શખ્સોએ પચાવી પાડ્યો.


પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવીગનો વ્યવસાય કરતા ભાવેશ મેરામણભાઇ ઓડેદરાએ એવી ફરીયાદ નોધાવી છે કે તેમના ટ્રકમાં ડ્રાઇવીગ કરતા આલાભાઇ હુણે આજથી ત્રણ માસ પૂર્વે પ્રતાપ મેરામણ મોઢવાડીયા પાસેથી ટ્રકનો સ્પેરપાર્ટ કિંમત રૂ.5 લાખામા ખરીદી કર્યો હતો ત્યાર બાદ પ્રતાપ મોઢવાડીયાએ આ સ્પરપાર્ટની કિંમત રૂ.12,58000 જેવી માંગણી કરતા આલાભાઈ આ રકમ ચુકવી ન હતી આથી જયારે આલાભાઇ પેટ્રોલ પમ્પ પર ડિઝલ ભરવા માટે ગયા હતા તે દરમ્યાન ટ્રક નં રજી.નં GJ-25-U-9441 મોડલ-2015 ની ચાવી પ્રતાપ મોઢવાડીયા અને વિજય ગીગાભાઈ બોખીરીયા લઇ અને ટ્રક પોતાની સાથે લઇ ગયા હતા આ અંગેની ફરીયાદ કરતા સમાધાનની વાત આવી હતી આથી આલાભાઈએ રૂ.1,2000ની રોકડ રકમ અને 3,80,000નો ચેક આપ્યો હતો અને ટ્રક લેવા જતા બન્ને આરોપીએ ટ્રક આપવાની ના પાડી અને વિશ્વાઘાત કરી અને રૂ. 20 લાખો ટ્રક પચાવી પડયાની ફરીયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા નોધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande