ગીર સોમનાથ 9 જુલાઈ (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના પ્રાસલી કૃપાળુ શૈક્ષણિક સંકુલ ના વિદ્યાર્થી શિક્ષક સ્ટાફ ટ્રસ્ટ ગણ તથા સુત્રાપાડા તાલુકા તેમજ ગીર સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવાર ના પરિજનો દ્વારા જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જ્યોતિ કળશ રથયાત્રા આજથી પાંચ દિવસ સુધી સુત્રાપાડા તાલુકાના ગામડે ગામડે આ જ્યોતિ કળશ રથયાત્રા ફરશે અને જે જ્યોતિ કળશ રથયાત્રા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત પૂજ્ય ગુરુદેવ ના તપના 100 વર્ષ તેમજ પૂજ્ય ગુરુદેવે અખંડ દીપક પ્રજવલિત કર્યો તેના 100 વર્ષ તેમજ માતા ભગવતી દેવી ના 100 વર્ષ પૂર્ણ થતા આ ત્રિવેણી સંગમ કાર્યક્રમના અનુસંધાને આ જ્યોતિ કળશ રથયાત્રા ભારત સહિત વિશ્વના 82 દેશોમાં ફરી રહેલ છે ત્યારે આપણું સૌભાગ્ય છે કે હરિદ્વારથી એ અખંડ જ્યોતિ દર્શન દેવા માટે આપણી પાસે આવે છે આપણા ગામમાં આવે છે ત્યારે તેનો દિવ્ય લાભ લેવા ગાયત્રી પરિવાર નો આત્મીય અનુરોધ છે ...
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ