પાટણમાં બે વૃદ્ધોના મોબાઇલ ચોરીના બનાવ, 14,000 રૂપિયાનું નુકસાન
પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરમાં બે અલગ-અલગ સ્થળે મોબાઇલ ચોરીની ઘટના સામે આવી છે. બંને કિસ્સામાં વૃદ્ધોને નિશાન બનાવવામાં આવ્યા છે અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ છે. પોલીસે બંને ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રથમ ઘટના 7 જુલાઈના રોજ સાંજે
પાટણમાં બે વૃદ્ધોના મોબાઇલ ચોરીના બનાવ, 14,000 રૂપિયાનું નુકસાન


પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરમાં બે અલગ-અલગ સ્થળે મોબાઇલ ચોરીની ઘટના સામે આવી છે. બંને કિસ્સામાં વૃદ્ધોને નિશાન બનાવવામાં આવ્યા છે અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ છે. પોલીસે બંને ઘટનાની તપાસ શરૂ કરી છે.

પ્રથમ ઘટના 7 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યે ઘટી હતી, જયારે મોટી ભાટિયાવાડના 61 વર્ષીય મહેશકુમાર ભાટિયા ઘીમટાના નાકે ઊભા હતા ત્યારે ભીડનો લાભ લઈ અજાણ્યા શખ્સે તેમના ખિસ્સામાંથી 6,000 રૂપિયાનો ઓપ્પો A17K મોબાઇલ ચોરી લીધો.

બીજી ઘટના 1 જુલાઈના રોજ રાત્રે સાડા નવ વાગ્યે બની હતી. ભંડારી પાડાના 62 વર્ષીય નિવૃત્ત ભરતકુમાર મોદી બગવાડા દરવાજા પાસે ઊભા હતા ત્યારે એક અજાણ્યા શખ્સે તેમના ખિસ્સામાંથી 8,000 રૂપિયાનો રેડમી 9iW મોબાઇલ ચોરી કર્યો, જેમાં જિયોનું સિમકાર્ડ મૂકેલ હતું. બંને ઘટનામાં ચોરોએ ભીડનો લાભ લઈને વૃદ્ધોને લક્ષ્ય બનાવ્યા છે અને કુલ 14,000 રૂપિયાનું નુકસાન થયું છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande