અમરેલી , 9 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલામાં ખાખી વર્દીને શરમસાર કરતી ઘટનાનો પર્દાફાશ થયો છે. માહિતી મુજબ, રાજુલાના ડુંગર ગામની પરણિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે પોલીસ કર્મી વિક્રમ ડાભી સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે. આરોપી વિક્રમ ડાભી છેલ્લા પાંચ વર્ષ અગાઉ તપાસના કામે મહિલાના ઘરે ગયો હતો, ત્યારે તેણે મહિલાનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ સતત સંપર્કમાં રહી, કોરોનાકાળ દરમ્યાન તે મહિલાના ડુંગર મુકામે આવેલ ઘરે ગયો અને તેનું દુષ્કર્મ ગુજાર્યું હતું. ફરીયાદ મુજબ, બાદમાં પણ તેણે સુરત પહોંચીને મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. દુષ્કર્મના આરોપ હેઠળ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. હાલ આરોપી પોલીસકર્મી વિક્રમ ડાભી ફરાર છે અને પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ છે. ખાખી વર્દીમાં ફરતો આરોપી કાયદાની સંકજામાં આવવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek