હિન્દુ દીકરીઓનું શોષણ થયા બાદ ફરિયાદમાં વિલંબથી ભુજના સંગઠનમાં નારાજગી
ભુજ - કચ્છ, 9 જુલાઈ (હિ.સ.) લવ જેહાદનાં નામે હિન્દુ દીકરીઓનું થતું શોષણ અટકાવવા માટે હિન્દુ યુવા સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં ભુજની એક યુવતીને એક પરિણીત શખ્સે લવ જેહાદનાં નામે પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી
હિન્દુ યુવા સંગઠને દીકરીઓને ન્યાય અપાવવા આપ્યું આવેદનપત્ર


ભુજ - કચ્છ, 9 જુલાઈ (હિ.સ.) લવ જેહાદનાં નામે હિન્દુ દીકરીઓનું થતું શોષણ અટકાવવા માટે હિન્દુ યુવા સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

તાજેતરમાં ભુજની એક યુવતીને એક પરિણીત શખ્સે લવ જેહાદનાં નામે પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી હતી. જો કે, આ બાદ આ શખ્સે ભુજની આ યુવતીનું શારીરિક -માનસિક શોષણ કરી તરછોડી મૂકી હતી. ત્યારે આ દીકરીને ન્યાય મળે અને લવ જેહાદનું આ કૃત્ય આચરનાર શખ્સ સામે કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાની આગેવાનીમાં આ આવેદનપત્ર પાઠવાયું હતું.

હિન્દુ સંગઠન દીકરીઓની રક્ષા કરવા કટિબદ્ધ

યુવતીને શારીરિક માનસિક ત્રાસ આપવા સાથે પોલીસે પણ તેની ફરિયાદ લેવામાં ઘણો સમય લીધો હોવાનો આક્ષેપ કરાયો હતો. હિન્દુ યુવા સંગઠને લવ જેહાદનો ભોગ બનેલી આ યુવતીને પોલીસ રક્ષણ મળે તેવી માગણી કરવામાં આવી હતી. આ સંગઠન હિન્દુ દીકરીઓની રક્ષા કરવા માટે કટિબદ્ધ રહેશે તેવું પણ જણાવાયું હતું.

કલેકટરે રજૂઆતકર્તાઓને શું કહ્યું?

કલેકટર આનંદ પટેલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે પશ્ચિમ કચ્છના પ્રમુખ જયપાલસિંહ જાડેજા, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ રાણાભાઈ આહીર, ભુજ શહેર પ્રમુખ હાર્દિક જોશી, સ્મિત જોશી, જિલ્લા ઉપાધ્યક્ષ દિગ્વિજયસિંહ, મંત્રી પીયૂષ રૈયાણી સહિત સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande