સિધ્ધપુર પોસ્ટ વિભાગના કર્મચારીઓએ પડતર માંગણીઓને લઇને સૂત્રોચ્ચાર કર્યા
પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : દેશભરના બેન્કિંગ અને પોસ્ટ વિભાગ ના કર્મચારીઓ કેન્દ્ર સરકાર પાસે વિવિધ પડતર માંગણીઓને લઈને આજે હડતાળ ઉપર ઉતર્યા છે અને કામકાજથી અળગા રહેતા રોજિંદુ કામકાજ પ્રભાવિત થયું છે. સિધ્ધપુર પોસ્ટ વિભાગના કર્મચારીઓએ પણ એલ એસ હાઈસ્કુલ
સિધ્ધપુર પોસ્ટ વિભાગના કર્મચારીઓએ પડતર માંગણીઓ ને લઇને સૂત્રોચ્ચાર કર્યા


પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : દેશભરના બેન્કિંગ અને પોસ્ટ વિભાગ ના કર્મચારીઓ કેન્દ્ર સરકાર પાસે વિવિધ પડતર માંગણીઓને લઈને આજે હડતાળ ઉપર ઉતર્યા છે અને કામકાજથી અળગા રહેતા રોજિંદુ કામકાજ પ્રભાવિત થયું છે.

સિધ્ધપુર પોસ્ટ વિભાગના કર્મચારીઓએ પણ એલ એસ હાઈસ્કુલ પાસે આવેલ પોસ્ટની મુખ્ય ઓફિસ પાસે એકઠા થઈને સુત્રોચાર કર્યા હતા અને પડતર તમામ માંગણીઓ સત્વરે પૂરી કરવા સરકાર સમક્ષ માંગણી કરી હતી.

સરકારી બેંકોના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા લગભગ નાણાકીય વ્યવહારો અટક્યા છે. ઘણા ગ્રાહકોને હડતાળ અંગે માહિતી નહીં હોવાથી દૂર ગ્રામ્ય વિસ્તારો માંથી આવેલા નાગરિકોને ધરમ ધક્કો થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande