પોરબંદર જિલ્લાના 32 રસ્તાઓ બંધ થયા.
પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગના 32 રસ્તાઓ પાણીના પ્રવાહના કારણે વાહનો માટે બંધ કરવામાં આવ્યા ખાસ કરીને બુધવારે બપોર બાદ પોરબંદરથી ખંભાળીયા તરફ જતા રસ્તા પર મજીવાણા નજીક પુરના પાણી ફરી વળતા આ રસ્તો બ
પોરબંદર જિલ્લાના 32 રસ્તાઓ બંધ થયા.


પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગના 32 રસ્તાઓ પાણીના પ્રવાહના કારણે વાહનો માટે બંધ કરવામાં આવ્યા ખાસ કરીને બુધવારે બપોર બાદ પોરબંદરથી ખંભાળીયા તરફ જતા રસ્તા પર મજીવાણા નજીક પુરના પાણી ફરી વળતા આ રસ્તો બંધ થતા અનેક વાહનો ફસાયા હતા જયારે મોડી સાંજે કુતિયાણા નજીકના ચૌટા થી જુનાગઢ તરફના રસ્તા પર પાણી ફરી વળવાન કારણે આ રસ્તો પણ બંધ થયો હતો તો બરડા પંથકના કેટલાક ગામોના રસ્તા પણ વરસાદી પાણીના કારણે બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો જોકે ગુરૂવારે જુનાગઢ અને ખંભાળીયાનો રસ્તો પૂર્વવત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande