સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.)-ડૉ.બાબાસાહેબ ઓપન યુનિ.ના સુરત પ્રાદેશિક કેન્દ્ર ખાતે VNSGUના સમાજશાસ્ત્રવિભાગ દ્વારા ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો. જેમાંપ્રાદેશિક કેન્દ્રના ડાયરેક્ટર ધિયા કે.ત્રિવેદી અને ભૌતિક એચ.વોરા દ્વારાસેન્ટરમાંચાલતા એમ.એ.નાપ્રોગ્રામો,ડિપ્લોમા કોર્સ અને સર્ટિફેકટ કોર્સ વિષે વિસ્તૃત માહિતી આપી હતી સાથે વર્તમાન સમયમાં વિવિધ સર્ટિફેકટ કોર્સની કારકિર્દીમાં ઉપયોગિતા વિષે જાણકારી આપી હતી.
વીર નર્મદદ.ગુજ.યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડા, કુલસચિવ ડૉ.રમેશદાન ગઢવી અને સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.મધુભાઈ ગાયકવાડની પ્રેરણાથી આયોજિત ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં સમાજશાસ્ત્ર વિભાગના સેમ 1થી 3ના કુલમળીને 94વિદ્યાર્થીઓ સાથે પ્રાસંગિક વિષયો અંગે ચર્ચા કરાઈ હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ.જીતેન્દ્ર વસાવા અને આભારવિધિ પ્રા.પરેશ સાળવેએ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે