પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના માધવપુરમા ભારે વરસાદ ઉપરાંત ઉપરવાસમા પડેલા ભારે વરસાદને પગલે મધુવંતી અને ઓઝતના પાણી માધવપુર અને આસપાસના ગામોમાં ફરી વળ્યા હતા. પોરબંદરના ઘેડ પંથકમા મા મધુવતી અને ઓઝતના પાણી ફરી વળ્યા છે. માધવુપરના મોચાથી કડછ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, તો માધવપુરના ગણેશ મંદિરથી ગામના જાપા રામદેવપીરના મંદિર સુધીના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. પાતા ગામ નજીકથી મધુવંતી નદીના પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો માધવુપર અને આસપાસના ગામોમાં મધુવંતી અને ઓઝતના પાણી ફરી વળ્યા હતા. માધુવતીના પાણી પાતા ગામ નજીકના દરિયામા મધુવંતી નદીનુ મીલન થાય છે, તે સ્થળે શીવ લીંગ આવેલુ છે. અહિ અદભુત નજારો જોવા મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya