પોરબંદર જિલ્લામાં વરસાદે લીધો વિરામ
પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર શહેરમાં આમતો છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા નિયમિત હાજરી પુરવા હતા, પરંતુ મંગળવાર અને બુધવારે જોરદાર બેટીંગ કરતા 14 ઇંચ જેટલો વરસાદ પડી જતા શહેર પાણીમા ડુબી ગયુ હતુ. લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો પરંતુ ગુરૂવારે સા
પોરબંદર જિલ્લામાં વરસાદે લીધો વિરામ.


પોરબંદર જિલ્લામાં વરસાદે લીધો વિરામ.


પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર શહેરમાં આમતો છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા નિયમિત હાજરી પુરવા હતા, પરંતુ મંગળવાર અને બુધવારે જોરદાર બેટીંગ કરતા 14 ઇંચ જેટલો વરસાદ પડી જતા શહેર પાણીમા ડુબી ગયુ હતુ. લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો પરંતુ ગુરૂવારે સાવરથી બપોર સુધી મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ સવારથી સુર્યનારાયણના દર્શન થયા હતા.

જેને પગલે જનજીવન થાળે પડયુ હતુ જોકે શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા, તે વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જોકે કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા હતા જેને પગલે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. પોરબંદર શહેરમા બે દિવસ પડેલા ભારે વરસાદને કારણે મેળાની મજા બગડી હતી તો બીજી તરફ વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જોકે હજુ આગમી 25 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે હળવાથી ભારે વરસાદની આગામી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande