પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર નજીકના બખરલા ગામે યુવાન પર હુમલા કરવામા આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બખરલા ગામે રહેતા અને ખેતી કામ કરતા રાજુ નાગાભાઇ ખુંટી નામના યુવાને પોતાની વાડી પાસે આવેલા પુલની સફાઇ બે માસ પૂર્વે કરાવી હતી, તેના મનદુઃખને લઈ દુદા રામા ઓડેદરા નામના શખ્સે રાજુ ઉપર લોખંડના પાઇપ અને કુહાડી વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya